આજકાલ પોતાનું સ્ટેટસ હાઈ રાખવા માટે લોકો જમીન જાયદાથ વેચીને પણ પોતાના શોખ પૂરા કરવા અને લોકોને સારું દેખાડવા માટે પ્રયત્ન કરતા હોય છે ઘણા કિસ્સાઓમાં પોતાની ગર્લફ્રેન્ડ માટે ઘણા અપરાધોને પણ અંજામ આપે છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તાજેતરમાં.
રાજસ્થાન જયપુર જોઘવાડા માં એક યુવતી ને ચોરીની સ્કુટી સાથે પકડી જ્યારે એ યુવતી ને પૂછવામાં આવ્યું ત્યારે તેને પોલીસને જણાવ્યું કે આ સ્કુટી તેમને કૃણાલ નામના યુવકે ગિફ્ટ આપી છે ત્યારબાદ પોલીસે 8 નવેમ્બરના રોજ કૃણાલની ધડપકડ કરી અને ત્યારબાદ 11 નવેમ્બર ના રોજ.
શિવમ નામના એક યુવકને પણ પકડી લીધો કડક પૂછપરછ બાદ પોલીસે તેમની પાસે થી ચોરી કરેલી 10 સ્કુટીઓને કબજે લીધી ચોંકાવનારી બાબત સામે ત્યારે આવી જ્યારે આરોપીઓ એ જણાવ્યું કે ચોરી કરેલી ઘણી સ્કુટીઓ તેઓ પોતાની ઘણી ગર્લફ્રેન્ડ ને ગીફ્ટ આપી ચુક્યા છે.
ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા અને પોતાના શોખ પૂરા કરવા માટે તેઓ આવી ઘણી ચોરી કરી ચૂક્યા હતા જયપુરના હાઈ પ્રોફાઈલ એરિયા માંથી તેમને ઘણી સ્કૂટીઓ ચોરી કરી હતી આરોપી કૃણાલ ના પિતાનો ઈલેક્ટ્રોનિક નો મોટો શો રુમ છે જ્યારે બીજા આરોપી અંશુમન સિંહ ના પિતાનો.
ફાઈનાન્સ નો ખુબ મોટો બિઝનેસ છે આ બંને યુવકો પોતાના મોજશોખ માટે અને ગર્લફ્રેન્ડ ને ગિફ્ટ આપવા ચોરીઓ કરતા હતા તેવું તેમને પોતાના સ્ટેટમેન્ટ મા જણાવ્યું હતું પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે