માતાપિતાને અનેક ઓરતા હતા પોતાની દીકરીને એક સુખી ઘર માં મોકલે દિકરીના ધામધૂમથી લગ્ન થાય એ વચ્ચે વિધીની વક્રતા એવી જોવા મળી કે જે દીકરીને વિદાય કરીને સાસરે મોકલવાની હતી એ જ દીકરીની અર્થી ઉપાડીને આખું ગામ હીબકે ચડ્યું હતું પરિવાર
જનો આક્રંદ કરી રહ્યા હતા.
આ સમગ્ર ઘટના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાઈ ગામે થી સામે આવી હતી જેમાં સોલંકી પરીવાર માં શોક ની લાગણીઓ પ્રસરી ગઈ હતી ચંદ્રસિંહ સોલંકી ની દિકરી વંદનબા ના લગ્ન વડદરા ગામના દેવેન્દ્રસિંહ સાથે નક્કી થયા હતા સમગ્ર પરિવારમાં લગ્નનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
લગ્ન મંડપ સર્જાયો હતો રાત્રીના સમયે રાસ ગરબા ચાલી રહ્યા હતા દીકરી ગરબી ઘૂમી રહી હતી મા બાપ પણ હરખ થયેલા થઈને મહેમાનોને આવકાર આપી રહ્યા હતા પીઠી ચોરાઈ માંડવા રોપાયા મહેદી મોકલ તમામ રીતી રિવાજો પૂરા કરીને વહેલી સવારે જાન આવવાની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આ દરમિયાન અચાનક સજી ધજી બેઠેલી દિકરી નું બ્લડ પ્રેશર વધી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ દિકરી વંદના એ પોતાના પ્રાણ ત્યજી દીધા હતા પરીવાર ના માથે આભ ફાટી પડ્યું હતું જે દિકરીની જાન વાટ જોઈ માંડવે ઉભી છે જે દિકરીને ચોરીના ચાર ફેરા ફરી વિદાય આપવાની હતી.
એ લગ્ન નો માહોલ શોક માં છવાયો અને લગ્ન ગીતો ના બદલે મરસીયા ગાવા મા આવ્યા દિકરી ના દેહાતં પર આખુંય ગામ હીબકે ચડયું અને પરીવાર જનો ના આક્રંદ વચ્ચે દિકરીને સ્મસાન ની વિદાઈ આપવામાં આવી હતી પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના.