સિદ્ધાર્થ શુક્લા બાદ બિગબોસની એક અન્ય સ્પર્ધકનું નિધન થઈ ગયું છે બિગબોસ 14 માં ભાગ લીધેલ અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું 42 વર્ષની ઉંમરે અચાનક નિધન થયું છે હરિયાણામાં જન્મેલી સોનિયા સિંહ ઉર્ફે સોનાલી ફોગાટ હાલમાં ગોવા હતી અત્યારે તેને અચાનક હદયરોગનો હુ!મલો થતા મૃત્યુ પામી છે.
સોનાલી ફોગાટના આવેલા અણધાર્યા મૃત્યુના સમાચારે તેના ચાહકોને દુઃખી કર્યા છે સોનાલી ફોગાટે પોતાના કરિયરની શરૂઆત અભિનેત્રી તરીકે કરી હતી તેઓ પહેલા દૂરદર્શનમાં એન્કર પણ કરી ચુકી હતી અને તેઓ એક ટિકટોક સ્ટાર પણ હતી તેણે બિગ બોસ 14માં એક સ્પર્ધક તરીકે આવી હતી.
સોનાલી ફોગાટ રાજકારનમાં પણ ઉતરી ચુકી હતી તેઓ ગઈ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આદમપુર મતવિસ્તાર માટે ભાજપ તરફથી ટિકિટ મળી હતી તેઓ કુલદીપ બિશ્નોઈ સામે ચૂંટણી લડી હતી પરંતુ ત્યારે તેઓ હારી ગઈ હતી સોનાલી ફોગાટના પરિવારમાં તેને ત્રણ બહેનો અને એક ભાઈ છે.
તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે તેણીના લગ્ન હિસારના હરિતા ગામના રહેવાસી સંજય ફોગાટ સાથે થયા હતા ડિસેમ્બર 2016માં સોનાલી ફોગાટના પતિ તેમના ફાર્મહાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા પરંતુ સોનાલીનું અચાનક નિધન થતા ફેન્સ પણ રડી પડ્યા છે સોનાલી ફોગટના આત્માને ઉપરવાળો શાંતિ આપે એજ પ્રાર્થના.