પેટ્રોલ અને ડીઝલના રોજ વધતા ભાવને લીધે આમ જનતા ખુબજ પરેશાન છે પેટ્રોલ સાથે સાથે શાકભાજી કરિયાણું અને જીવન જરૂરિયાત તમામ વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે વધતી મોંઘવારીથી જનતા ખુબજ પરેશાન છે પેટ્રોલ ડીઝલ નો વધતો ભાવ હવે લગ્નમાં પણ જોવા મળી રહ્યો છે એવોજ એક મામલો.
તમલિનાડુથી સામે આવ્યો છે જ્યાં નવ વિવાહિત જોડીને તેના મિત્રોએ ભેટ સ્વરૂપે પેટ્રોલ અને ડીઝલની બોટલો આપી હતી જેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ વિડિઓ તમિલનાડુના ચેલમપટ્ટુ જિલ્લાના ચેઉર ગામની છે જ્યાં એક નવી પરણી રહેલ.
દુલ્હા દુલહનને તેના મિત્રોએ એવી ભેટ આપી કે તેની ચર્ચા ચારે બાજુ થવા લાગી અહીં દુલ્હા દુલહનને મિત્રોએ પેટ્રોલ અમને ડીઝલની બોટલો ભેટ સ્વરૂપે આપી હતી અહીં દુલ્હો દુલહન પણ આ અનોખી ભેટ જોઈને ફુલ્યા નતા સમાઈ રહ્યા તમને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલમાં વધતા ભાવને લઈને લોકો પોત પોતાની રીતે.
તેનો વિરોધ નોંધાવી રહ્યા છે તેવામાં આ સામે આવેલ તસ્વીર અને વિડિઓ પણ તેનો એક ભાગ છે અહીં પેટ્રોલ ડીઝલ આપવાનું કારણ સરકાર પણ થોડી જુવે કે આમ જનતા વધતા ભાવથી કેટલી પરેશાન છે વિડિઓ સામે આવ્યા બાદ લોકો પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.