Cli
srkne farithi sharminda thavu padyu ajaythi

SRK બીજી કેટલી વાર શરમિંદા થશે ! પુત્ર આર્યનને કારણે હવે અજયને પણ કહેવું પડ્યું સોરી…

Bollywood/Entertainment Breaking

શાહરૂખખાનનો દીકરો અત્યારે મીડિયામાં ચારેકોર ચર્ચામાં છે જેટલી ચર્ચા શાહરૂખની કદાચ એમની ફિલ્મ બાદ કરવામાં નહિ આવતી હોય એનાથી વધારે હાલમાં કરવામાં આવે છે આર્યન ખાનની ચર્ચાઓ પાછળનું કારણ તો તમે જાણો જે છો તે એક પાર્ટીમાં ગયો હતો જ્યાં તેઓ પાવડર લેતા પકડાયો હતો જે બાદ સરકારી વિભાગે તેને ક્રુ પર જ પકડી લીધો હતા અને તેને પૂછપરછ માટે લઈ ગયા હતા.

જે બાદ તેના મોબાઈલમાંથી પાવડર સંબંધિત અનેક મેસેજ મળી આવ્યા હતા જેમાં રૂપિયા અને લેવદેવડની વાત થયેલી જોવા મળી હતી જો કે આર્યનને કોર્ટમાં રજૂ કરતા તેના વકીલ સતિષ માનશિંદેએ તેને બચાવવા મોટી મોટી દલીલો કરી હતી તેમ છતાં કોર્ટે આર્યનની કસ્ટડી ન મંજૂર કરતા અત્યારે આર્યન જેલના સળીયા પાછળ છે.

સામાન્ય વાત છે કે આવી પરિસ્થિતિમાં કોઈપણ પિતાને ચિંતા થાય જ અને શાહરૂખ ખાન પણ આ ચિંતામાં બાકાત નથી તેઓ બની શકે તેટલા પ્રયાસ કરી રહ્યા છે કે આર્યનને આ બધામાંથી બચાવી શકાય અને આ જ કારણે તેઓ પોતાના શૂટ પર પણ ધ્યાન નથી આપી રહ્યા એક ખબર પ્રમાણે તેમને આર્યનના અરેસ્ટ થયા બાદ શાહરૂખે ત્રણ શૂટ કેન્સલ કર્યા છે જેમાંથી એક શૂટ અજય દેવગણ સાથે હતું.

અજય અને શાહરૂખ વિમલ પાન મસાલાની એડ સાથે જોવા મળે છે તેથી બની શકે આ શુટિંગ પણ એ એડનો જ હિસ્સો હોય જોકે અજય શૂટ પર સમયસર પહોંચી શાહરૂખની રાહ જોતા હતા સાથે જ સેટ ઉપર શાહરૂખના આવવાની તૈયારી પણ થઈ ગઈ હતી સિક્યોરિટી પણ તૈયાર રાખવામાં આવી હતી પરંતુ બપોરના બે વાગ્યા સુધી શાહરૂખ સેટ પર ન પહોંચતા શૂટ બંધ રાખવું પડ્યું હતું.

જો કે આ પહેલીવાર નથી આર્યનના અરેસ્ટ થયા બાદ શાહરૂખે પોતાની ફિલ્મ પઠાણનું શૂટિંગ જે સ્પેનમાં થવાનું હતું તે પણ કેન્સલ રાખ્યું હતું ઉપરાંત ઈટલીના શૂટિંગમાં શાહરૂખના બોડીડબલનો ઉપયોગ કરવો પડ્યો હતો જો કે શૂટ કેન્સલ કરવા પાછળ શાહરૂખે કોઈ ચોક્કસ કારણ નથી આપ્યું પરતું આ કિસ્સા ઉપરથી એક વાત સાબિત થાય છે કે સંતાનોની નાની ભૂલની સજા પણ માંબાપને ચૂકવવી પડતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *