Cli
વર્ષો થી અન્ન વગર જીવતા અનોખા સંત શ્રી કાળુબાપુ, ગુજરાત ના આ વિસ્તારમાં કંતાન ના કપડાઓ પહેરીને...

વર્ષો થી અન્ન વગર જીવતા અનોખા સંત શ્રી કાળુબાપુ, ગુજરાત ના આ વિસ્તારમાં કંતાન ના કપડાઓ પહેરીને…

Breaking

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર વર્ષો થી સંત મહંતો ની પવિત્ર ભુમી રહી છે સમગ્ર ગુજરાતમાં સનાતન હિન્દુ ધર્મના જેટલા પણ મંદિરો છે તેમાં સૌથી વધારે મંદિરો સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણા બધા મંદિરોમાં આજે વિનામૂલ્યે ભોજન પણ પીરસવામાં આવે છે સાધુ સંતોની આ પવિત્ર ભૂમિ ઉપર ઘણા બધા મહાપુરુષો પણ અવતરી ચુક્યા છે.

એવી જ સૌરાષ્ટ્ર ની પવિત્ર ભુમી પર પોતાના ભક્તિભાવ અને અનોખી આધ્યાત્મિક ધાર્મિક જીવન શૈલી થી ખુબ અનોખુ જીવન વ્યતીત કરતા પરમ પૂજ્ય સંત શ્રી કાળુબાપુ સૌરાષ્ટ્ર ની બગદાણા ની પવિત્ર ભુમી પર સનાતન ધર્મ ની સંસ્કૃતિ સભ્યતા અને ધાર્મીક વર્ષ અને લોકો સુધી પહોંચાડવા માટે કાર્યરત છે.

બગદાણા નું પવિત્ર ધામ બાપા સીતારામ ની ભૂમિ કહેવાય છે અહીંયા અનેક સાધુ સંતોએ લોકોમાં ધાર્મિક વૃત્તિઓ પરોપકાર ની ભાવનાઓનું સિંચન કર્યું છે જે બગદાણા ની પવિત્ર ભૂમિ પર સંત શ્રી કાળુબાપુએ ધુણી ધખાવી ને ઘણા બધા લોકો નું કલ્યાણ કર્યું છે ભાવનગરના ઉમરાળા તાલુકાના.

હડમતીયા ગામમાં સંત શ્રી કાળુ બાપુ નો આશ્રમ આવેલો છે જેવી રીતે બગદાણામાં વીરપુરમાં સદા વ્રત અન્નક્ષેત્ર ચાલે છે એવી જ રીતે આ આશ્રમમાં ભૂખ્યાને ભોજન પીરસવામાં આવે છે અહીંયા સંત શ્રી કાળુબાપુ ના આશીર્વાદ લેવા માટે અનેક ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે અને કાળુ બાપુના આશીર્વાદ લઈને.

ધન્યતા અનુભવે છે કાળુ બાપુ ના આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી અન્ન ક્ષેત્ર ચાલે છે સંતશ્રી કાળુબાપુ ના સાનિધ્યમાં માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે સંત શ્રી કાળુ બાપુ દીકરીઓને કન્યાદાન આપે છે પરમ પૂજ્ય સંત શ્રી કાળુ બાપુના જીવનની એક ખાસિયત છે.

તેઓ હંમેશા સરળ સાત્વિક જીવન જીવે છે તેઓ પોતાના શરીર પર કંતાનથી બનેલા વસ્ત્રો પહેરે છે સાથે તેઓ સદૈવ મૌન અવસ્થામાં જોવા મળે છે અને હંમેશા તેઓ પોતાની ઝુપડીમાં ધ્યાન અવસ્થામાં જ રહે છે હડમતીયા આશ્રમની એ ખાસિયત છે કે અહીંયા બાપુના દર્શન લોકો કરીને ધન્યતા અનુભવે છે બાપુ ખૂબ ઓછો સમય જ પોતાના આશ્રમથી બહાર આવે છે.

અને સંત શ્રી કાળુ બાપુએ વર્ષોથી અન્નનો દાણો પોતાના મોઢામાં નાખ્યો નથી તેઓ માત્ર દૂધ જ પીવે છે પ્રાકૃતિક કુદરતી વાતાવરણ માં હડમતીયા બાપુનો આશ્રમ આવેલો છે બાપુના સાનિધ્યમાં આવીને લોકો ધન્યતા અનુભવે છે બાપુના ભક્તો દેશ વિદેશમાંથી દર્શનાર્થે આવે છે સંત શ્રી કાળુ બાપુના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *