સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવા એ કોઈ મોટી વાત નથી.આજના ઈન્ટરનેટ યુગમાં રોજના લાખો કરોડો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.એટલું જ નહિ વીડિયો વાયરલ થયા બાદ તે ક્યાંનો છે?તેમજ સાચો પણ છે કે નહિ તે જાણ્યા વિના તેની સાથે અનેક અફવાહ જોડી દઈ લોકોને ખોટી જાણકારી આપવામાં આવતી હોય છે.
એટલું જ નહિ કેટલાક લોકો ખોટા વીડિયો એડિટ કરી તેને સરકાર વિરૂદ્ધ અથવા પોતાની કમાણી માટે પણ ઉપયોગ કરતા હોય છે.હાલમાં ચારે તરફ ચંદ્રયાન અંગે ચર્ચા ચાલી રહી છે એવામાં ચંદ્રયાન અંગે પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં ચંદ્રની સપાટી પર સાપ જેવું કોઈ પ્રાણી ફરતું જોવા મળી રહ્યું છે.માત્ર એક મિનિટના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે.
જો કે સ્વાભાવિક જ ચંદ્રની સપાટી પર સાપ ન મળી શકવાની વાત સમજી શકાય તેવી છે.ચંદ્રની સપાટી પર રેત છે પરંતુ જીવજંતુ કે અન્ય કોઈપણ વસ્તુની હજુ સુધી સાબિતી મળી નથી એવામાં આ વીડિયો ખોટો હોવાની શક્યતા વધુ છે.
વાત કરીએ ચંદ્ર.યાન અંગે તો તેનું પ્રજ્ઞાન રોવર હાલમાં ચંદ્રની સપાટી પર લેન્ડ થઈ ચૂક્યું છે.સાથે જ ભારત ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પહેલો દેશ બન્યો છે.