કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે.પ્રેમમાં વ્યક્તિ એટલી પાગલ બની જતી હોય છે કે તેને ન તો પરિવાર દેખાય, ન તો કોઈ સંસ્કાર યાદ રહે છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળનાર સૌ કોઇના હોશ ઉડાવી દીધા છે.
વાત કરી રહ્યા છીએ.
સીમા હૈદરના કિસ્સા વિશે.ઓનલાઇન ગેમ રમતા રમતા ભારતીય યુવકના પ્રેમમાં પડેલી સીમા હૈદર નામની મહિલા પરણિત હોવા છતાં તેમજ ચાર બાળકો હોવા છતાં પાકિસ્તાન અને પતિ ને છોડી ભારતમાં આવી ગઈ.
હાલમાં સીમા હૈદર મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા જોવા મળી રહી છે તો બીજી તરફ સીમાના પાકિસ્તાની પતિ તેમજ સસરા તરફથી પણ નવા નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. સીમા અંગે વાત કરતા પાકિસ્તાની પતિએ જણાવ્યું હતું કે એક મિસ્કોલ થી બંને વચ્ચે વાતની શરૂઆત થઈ હતી.
પતિ ગુલામ હૈદર જખરાની નું કહેવું છે કે પોતે પરણિત હોવા છતાં સીમાને કારણે પહેલી પત્ની સાથે તલાક લીધા. પરંતુ હાલમાં સીમા બીજા કોઈ વ્યક્તિ માટે બાળકોને લઈ ભારત ભાગી ગઈ છે.વાત કરીએ સીમાના પાકિસ્તાની સસરાએ કરેલા ખુલાસા અંગે તો તેમના જણાવ્યા અનુસાર.
સીમાના 2014 ના વર્ષમાં પાકિસ્તાનમાં લગ્ન થયા હતા.જે બાદ સીમા અને તેનો પતિ કરાંચી રહેવા ગયા હતા.થોડા સમય ત્યાં રહ્યા બાદ સીમાના પતિએ સાઉદી જવાનો નિર્ણય કર્યો હતો.જો કે સીમા કરાંચીમાં જ રહેતી હતી.
અને ત્યાંથી જ બાળકોને લઈ ભારત આવી ગઈ હોવાનો સસરાએ દાવો કર્યો છે. નોંધનીય છે પાકિસ્તાની સરકાર તરફથી સીમાને પાકિસ્તાન પરત ફરવા પર પૂરતી સુરક્ષા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે