સિદ્ધાર્થ શુક્લાને તો તમે બધા જાણતા જ હશો કલર્સ ટીવીની અનેક સિરિયલોમાં કામ કરીને સિદ્ધાર્થ ઘરઘરમાં જાણીતાં બન્યાં હતા તેઓ બિગબોસ સીઝન ૧૩ના વીનર બન્યા હતા જે બાદ તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો સાથે જ તેઓ કલર્સ ટીવીના શો ખતરો કે ખિલાડી સીઝન ૭ના પણ વિજેતા બન્યા હતા.
આ સિવાય તેમને કલર્સ પર આવતી સિરિયલ બાલિકા વધુ દિલસે દિલ તકમા કામ કર્યું હતું આ સિવાય જો તેમના કરિયરની વાત કરીએ તો સિદ્ધાર્થ શુક્લા એક ઇન્ટરિયર ડિઝાઈનર હતા પરતું પોતાના મોડલિંગ કરિયરની શરૂઆતમા જ તેમને તુર્કીમાં યોજાયેલા ઈન્ડિયાઝ બેસ્ટ મોડેલ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૪૦ લોકોને પાછળ છોડી તેઓ આ પ્રતિયોગિતામાં વિજેતા બન્યા હતા.
પરતું અફસોસ કે લોકોને મનોરંજન પૂરું પાડનાર આ અભિનેતા આજે આપણી વચ્ચે નથી સિદ્ધાર્થ શુક્લાએ ૨સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ માત્ર ૪૦ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે આ તો થઈ સિદ્ધાર્થના કરિયરની વાત પરતું શું તમે જાણો છો માત્ર ૪૦ વર્ષની ઉંમરે આટલી નામના મેળવનાર આ અભિનેતાના દિલની નજીક કોણ હતું તમને કદાચ સહેનાઝ ગીલનું નામ યાદ આવ્યું હશે સિદ્ધાર્થ અને શહેનાઝ બિગબોસ ૧૩મી સીઝન બાદ ઘણાં જ ચર્ચામાં રહ્યા હતા.
પરતું આજે અમે જે મિત્રની વાત કરવાના છીએ તે કોઈ વ્યક્તિ નહિ પરતું એક પ્રાણી છે એ છે સિદ્ધાર્થ નો ડોગ સિદ્ધાર્થના નિધન બાદ બધા એ તેની માતા અને સહેનાઝની હાલત વિશે તો ખૂબ ચર્ચા કરી પરતું બધા કદાચ ભૂલી ગયા હતા કે સિદ્ધાર્થને એક ડોગ પણ હતો સિદ્ધાર્થને કૂતરાઓ પ્રત્યે લગાવ હતો તે માત્ર પોતાના પાળેલા કૂતરાને જ નહિ પરતું રસ્તા પરના કૂતરાને પણ મદદ કરતો હતો.
જમવાનું આપતો હતો એવી સ્થિતિમાં સિદ્ધાર્થના નિધન બાદ તેના ડોગની હાલત પણ ખરાબ છે તે સિદ્ધાર્થને ખુબ જ યાદ કરે છે અને દિવસમાં અનેકવાર તેના ફોટા સામે આવી ઉભો રહી જાય છે એવું કહેવાય રહ્યું છે કે આત્માઓ સાથે વાત કરનાર સ્ટીવ હફે જ્યારે સિદ્ધાર્થની આત્મા સાથે વાત કરી ત્યારે પણ સિદ્ધાર્થ માત્ર તેમના ડોગને યાદ કરી રહ્યા હતા આ બાબત જ સાબિત કરી આપે છે કે સિદ્ધાર્થ કેટલા સાફ મનના વ્યક્તિ હતા અને ભગવાને કેટલા જલ્દી એમને આપણી પાસેથી છીનવી લીધા.