Cli
shilpa shettye kem aavu kahyu

શમિતા અને રાકેશના સંબંધોને લઈ શિલ્પાએ તોડ્યું મૌન અને કહી દીધું આવું…

Bollywood/Entertainment Breaking

જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી બિગબોસ આવતા પહેલાં અને બિગબોસ જેવાં જાણીતા રિયાલિટી શોમાં આવ્યા બાદ ઘણી ચર્ચામાં રહી છે તમને જણાવી દઇએ કે જ્યારે શમિતા બિગબોસમાં આવવાની તૈયારી કરી રહી હતી ત્યારે શિલ્પાના પતિ રાજ કુંદ્રાની પો!ર્ન ફિલ્મ બનવાના કેસમાં તપાસ ચાલી રહી હતી જેને કારણે સ્મિતાના બિગબોસ જવાના નિર્ણય પર ઘણાં લોકો મજાક ઉડાવી રહ્યા હતા.

જો કે હાલમાં જ્યારે બિગબોસની નવી સીઝન થોડા દિવસ પહેલાં જ ઓન એર કરવામાં આવી છે ત્યારે પણ શમિતા શેટ્ટી ચર્ચામાં જોવા મળી રહી છે અને આ ચર્ચાનું કારણ છે રાકેશ બાપત ટીવી અને ફિલ્મ એક્ટર રાકેશ બાપત જેમને વર્ષ ૨૦૧૭માં મોસ્ટ ડીઝાયરેબલ મેન ઓફ મહારાષ્ટ્રનો એવોર્ડ મળ્યો છે તેઓ પણ બિગબોસ શોમાં ભાગ લીધો છે અને હાલમાં રાકેશ અને શમિતાના સંબંધો વિશે ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શોમાથી બહાર આવ્યા બાદ પણ આ જોડી અનેક જગ્યાએ એકસાથે જોવા મળે છે રાકેશ બાપતે તો આ અંગે વાત કરતા જણાવ્યું પણ હતું કે શમિતા માત્ર તેમની મિત્ર નહિ પરતું મિત્રથી વધુ છે તો બીજી તરફ શમિતા પણ રાકેશ સાથેના આ સંબંધ આગળ વધારવા માંગે છે જો કે આ બંનેના સંબંધ પર શિલ્પા શેટ્ટીએ મંજૂરી આપી નથી.

શિલ્પા શેટ્ટીને પોતાની બહેનનું રાકેશ સાથે રહેવું જરા પણ પસંદ નથી તે શમિતાને આ સંબંધમાંથી નીકળી જવાનું કહી રહી છે જેનું એક માત્ર કારણ છે રાકેશના પહેલા લગ્ન રાકેશ બાપતે રિદ્ધિ ડોંગ્રા સાથે વર્ષ ૨૦૧૧માં લગ્ન કર્યા હતા જો કે હાલમાં જ બંનેના તલાક થઈ ગયા છે અને આ જ વાતને લઈ શિલ્પાનું માનવું છે કે જે વ્યક્તિ એકવાર તલાક આપી શકે તે બીજીવાર આવું ન જ કરે એવું જરૂરી નથી.

શિલ્પા શેટ્ટીના આ નિવેદન પર એક સવાલ કરવાનું મન જરૂરથી થાય કે પોતે જ્યારે પરણેલા વ્યક્તિ સાથે લગ્ન કર્યા ત્યારે તેમને આ વિચાર શા માટે ન આવ્યો શું તે તેના પતિ સાથે ખુશ નથી જેના કારણે તેમને લાગતું હોય કે રાકેશ સાથે લગ્ન કરીને શમિતા દુઃખી થશે હવે આગળ શું થશે એતો ભગવાન જાણે પણ અમે જરૂર કૈંક બનાવ બનશે તો તમને એ બાબતની જાણ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *