મુંબઈમાં પાર્ટી થવી એ બહુ જ સામાન્ય વાત છે એમાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાર્ટી એ તો રોજિંદી વાત છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાર્ટીમાં નાના મોટા દરેક કલાકાર નજરે પડતાં હોય છે હાલમાં જ મુંબઈમાં એક પાર્ટીનું આયોજન થયું હતું.
ટેમ્પલ એટેક,હન્ટર,સુપર ૩૦ જેવી ફિલ્મોથી નાની ઉંમરમાં લોકપ્રિય બનેલા અભિનેતા મિહિર આહુજા એ જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ઇન્ડસ્ટ્રીના લોકો જોવા મળ્યા હતા.જેમાં શ્રીદેવીની દીકરી ખુશી કપૂર,શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન સહિત અગસ્ત્ય નંદા પણ જોવા મળ્યો હતો.
હાલમાં શ્રીદેવીની દીકરી ખુશીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રેસ્ટોરન્ટ બહાર જોવા મળી રહી છે. વીડિયોમાં ખુશી ગ્રીન પ્રિંટેડ ફ્લોરલ ડ્રેસ સાથે બ્લેક ફૂટવેરમાં જોવા મળી રહી છે તો અગસ્ત્ય નંદા પણ બ્લેક શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી રહ્યા છે.
રેસ્ટોરન્ટની બહાર થી સામે આવેલા આ વીડિયોમાં અગસ્ત્ય,ખુશી અને સુહાના એક સાથે જોવા મળી રહ્યા છે.સાથે જ રેસ્ટોરન્ટની બહાર ફોટોગ્રાફર ની ભીડ પણ જોવા મળી રહી છે.જો કે ન તો સુહાના કે ન અગસ્ત્ય કોઈએ પણ મીડિયા ફોટોગ્રાફર ની પરવાહ કરી નથી. ન તો કોઈ પોઝ આપ્યા છે જે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
વાત કરીએ કરિયર વિશે તો ખુશી,સુહાના અને અગસ્ત્ય જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ઇન્ડસ્ટ્રી માં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.અભિનેતા મિહિર આહુજા પણ આ ફિલ્મનો ભાગ છે. જણાવી દઈએ કે ધ આર્ચીઝ સાલ ૧૯૬૪ ની કહાની છે જે નેટફલિક્સ પર રિલીઝ કરવામાં આવશે.