Cli
shahrukh and aryan meet eachother

બાળકની જેમ રડી પડ્યો શાહરૂખ ! પુત્ર આર્યનને હિંમત આપવા માટે જેલમાં કેદીઓને આવું બોલીને આવ્યો…

Bollywood/Entertainment Breaking

આર્યન ખાનને જોયા બાદ શાહરુખ ખાનના મોઢામાંથી જે નિવેદન નીકળ્યું તે ખૂબ જ ભાવનાત્મક અને હૃદયદ્રાવક હતું આર્યન ખાનની 2ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે દિવસથી આજ સુધી શાહરૂખ ખાન અથવા અન્ય કોઈને તેમને મળવાની મંજૂરી નહોતી તેઓએ એકબીજાને જોયા પણ વીડિયો કોલ દ્વારા અને આજે જ્યારે જેલની અંદર કોવિડના નિયમો બદલાયા.

ત્યારે શાહરૂખ ખાન સવારે 9 વાગ્યે તેમના પુત્રને મળવા માટે આર્થર રોડ જેલમાં પહોંચ્યો અને શાહરૂખ ખાન માટે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો કારણ કે શાહરુખ અને આર્યને તેમના સપનામાં પણ કલ્પના કરી ન હતી કે બંનેએ એકબીજાને આ રીતે મળવું પડશે આર્થર રોડ જેલના ટેબલ નંબર 12 પર આર્યન ખાન અને શાહરુખ ખાન એકબીજાને મળ્યા હતા.

તેમની વચ્ચે એક કાચની દીવાલ હતી અને તેઓ ટેલિકોમ દ્વારા એકબીજા સાથે વાત કરતા હતા અને બંને વચ્ચે 4 સુરક્ષાકર્મીઓ હતા જ્યારે શાહરુખ ખાન અંદર ગયો અને આર્યન ખાનની સામે બેસી ગયો ત્યારે તે બંને જ્યાં માત્ર એકબીજાને જોઈ રહ્યા હતા અને ભાવુક થઈ ગયા હતા શાહરૂખ ખાને ગોગલ્સ પહેર્યા હોવા છતાં તેઓ પોતાના આંસુ છુપાવી ન શક્યા.

જ્યારે આર્યન ખાનને પ્રથમ નિવેદન આપ્યું અને કહ્યું કે મને માફ કરો જેના પર શાહરુખ ખાને જવાબ આપ્યો કે માફી નહીં માંગો મને તમારામાં પર વિશ્વાસ છે તેમની વાતચીત 20 મિનિટ સુધી ચાલી અને તે જ સમયમાં શાહરુખ ખાને તેમના પુત્રના હાલચાલ વિશે પૂછ્યું અને એ પણ પૂછ્યું કે તમે કંઈક ખાધું કે નહીં આર્યન ખાન માત્ર પાણી અને બિસ્કીટ ખાઈ રહ્યો હતો.

તે અન્ય વસ્તુ ખાઈ શક્તો ન હતો અને જ્યારે શાહરુખ ખાને તેને પૂછ્યું કે તે કંઈક ખાધું છે કે નહીં ત્યારે આર્યન ખાને જવાબ આપ્યો હતો કે મેં નથી ખાધુ આ પછી શાહરૂખ ખાને જેલ સત્તાવાળાઓને પૂછ્યું કે શું આર્યન ખાનને બહારથી કંઈક આપી શકાય છે જેલ સત્તાવાળાઓએ કહ્યું કે ન્યાયાલયની પરવાનગી વગર કંઇ આપી શકાય નહીં.

આ સાથે અન્ય કેદીઓ આ દૃશ્ય જોઈ રહ્યા હતા કારણ કે સ્વાભાવિક છે કે શાહરુખ ખાન એક મોટી હસ્તી છે અને કોઈપણ તેમને જોવાનું પસંદ કરશે અને આવી સ્થિતિમાં શાહરૂખ ખાને તમામ કેદીઓને શુભેચ્છા પાઠવી અને તેમને તેમના પુત્ર આર્યન ખાનની સંભાળ રાખવા કહ્યું આવી રીતે બાપ દીકરો એકબીજા જોડે મળ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *