શહેનાઝ ગિલ કંઈક ને કંઈક કારણોસર ચર્ચામાં બની રહી છે જેઓ સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ જે રીતે આગળ વધી તેની દરેકે પ્રસંસા કરી રહ્યા છે તેઓ બોલીવુડમાં સલમાન ખાન સાથે કભી ઈદ કભી દિવાલી ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે શહેનાઝના ગયા દિવસોમાં એક હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જોવા મળી.
જેના કેટલાક વિડિઓ અને ફોટો સામે આવી રહ્યા છે તેમાં શહેનાઝને ટ્રોલ કરવામાં આવી રહી છે વીડિયોમાં શહેનાઝ ગિલ નાળિયેર ફોડતા જોવા મળી રહી છે પરંતુ લોકોએ એ વાતનું નોટિસ કર્યું કે શહેનાઝે પગમાં ચપ્પલ પહેરીને નાળિયેર ફોડ્યું લોકોને શહેનાઝની આ હરકત પસંદ ન આવી લોકો શહેનાઝને ખરું ખોટું સંભળાવી રહ્યા છે.
લોકોનું કહેવું છેકે આવા પવિત્ર કાર્યમાં આવું કરવું યોગ્ય નથી જેમાં યુઝરે કોમેંટ કરતા કહ્યું આવી બાળકો જેવી હરકત કેમ કરી રહી છે અહીં એક યુઝરે શહેનાઝને સમજણ આપતા કહ્યું શહેનાઝજી ચપ્પલ ઉતારીને નાળિયેર વધેરાય જયારે અન્યે કહ્યું એટલા નાટક શા માટે થોડા સંસ્કાર જેવું છેકે નહીં મિત્રો આ મામલે તમે શું કહેશો.