Cli
લદાખ બોર્ડર પર ગુજરાતના આ ગામનો યુવાન થયો શાહિદ, આખું ગામ હીબકે ચડ્યુ...

લદાખ બોર્ડર પર ગુજરાતના આ ગામનો યુવાન થયો શાહિદ, આખું ગામ હીબકે ચડ્યુ…

Breaking

દેશભર માં દિન પ્રતિ દિન વધતી જતી ઠંડીના કારણે લખાદ બોર્ડર પર તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ખુબ જ ઠંડીના માહોલમાં શ્ર્વાસ લેવું પણ ખુબ જ મુશ્કેલ બન્યું છે એ વચ્ચે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના ભરતસિંહ રાણા જે લદાખ બોર્ડર પર ફરજ નિભાવી રહ્યા હતા.

તેમના મોટા ભાઈ જે પણ આર્મીમાં છે તેઓ હીમાચલ માં ફરજ નિભાવે છે ભરતસિંહ રાણાનું અચાનક ઠંડીના કારણે ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમને ચંદીગઢ સારવાર માટે લાવવામાં આવ્યા હતા સારવાર દરમિયાન થોડી રિકવરી આવી હતી પરંતુ ફરી ઓક્સિજન લેવલમાં ઘટાડો થતાં તેઓ નું મો!ત નિપજ્યું હતું.

તેમની વિરગતી ની ખબર સાભંડતા જ પરીવારજનો તેમના પાર્થિવ દેહને ભેટવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા ભરતસિંહ રાણા ના ભાઈ જેઓ હીમાચલ પ્રદેશ માં ફરજ બજાવતા હતા તેઓ એ જણાવ્યું હતું કે એક અઠવાડિયા પહેલાં જ ભરતસિંહ રાણા લદાખ બોર્ડર પર ગયા હતા તેઓ ભરતસિંહ રાણા ના પાર્થિવ દેહને પોતાના વતન લ ઈને આવ્યા હતા ગામ આખુંય હીબકે ચડ્યું હતું.

દેશભકિત ના માહોલ વચ્ચે ગામ માં દુકાનો વેપાર ધંધા બંધ કરીને તેમની અંતિમયાત્રામાં આખું ગામ જોડાયું હતું આજુબાજુના વિસ્તારમાં થી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આર્મી જવાનો સાથે પોલીસના કાફલા વચ્ચે ભરતસિંહ રાણા ના સન્માન પુર્વક અંતિમસંસ્કાર કરવા મા આવ્યા હતા પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાથના જય હિન્દ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *