Cli
એક ઝાટકે સલમાન ને દેખાડી ઓકાત, એમ જ નથી કહેવાતા શાહરુખ ખાનને બોલીવુડના બાદશાહ...

એક ઝાટકે સલમાન ને દેખાડી ઓકાત, એમ જ નથી કહેવાતા શાહરુખ ખાનને બોલીવુડના બાદશાહ…

Bollywood/Entertainment Breaking

સિદ્ધાર્થ આનંદના નિર્દેશન માં બનેલી ફિલ્મ પઠાન આવનાર 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ ના પ્રોડ્યુસર છે આદિત્ય ચોપરા અને એલેક્ઝાન્ડર ડોસ્ટલ ફિલ્મ પઠાન ના મુખ્ય અભિનેતા છે શાહરુખ ખાન દિપીકા પાદુકોણ અને વિલન માં છે જોન અબ્રાહમ આ ફિલ્મ ને લઇ દર્શકો માં.

ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે શાહરુખ ખાન પાંચ વર્ષના લાંબા સમય બાદ ફિલ્મ પઠાણમાં જોવા મળશે ફિલ્મ પઠાણના બે સોંગ રિલીઝ થયા પછી ફિલ્મ પઠાણનું ટ્રેલર પણ સામે આવી ગયું છે આ સમયે શાહરુખ ખાન ફિલ્મના પ્રમોશનમાં લાગેલા છે એ સમય સલમાન ખાનને તેમને ખૂબ મોટો ઝાટકો આપ્યો છે.

બિગબોસ રીયાલીટી શો સિઝન 16 ચાલી રહ્યો છે જેની ઓફર શાહરુખ ખાને ઠુકરાવી દીધી છે મિડીયા રીપોર્ટ અનુસાર બીગ બોસ રિયાલિટી શો દ્વારા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ પ્રમોશન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ શાહરૂખખાને આ ઓફરને ઠુકરાવી દીધી અને પોતે જ આ ફિલ્મને.

મીડિયા સમક્ષ આવીને પ્રચાર કરવા માટેની તૈયારી દર્શાવી છે તેઓ બિગ બોસ રિયાલિટી શો કે સલમાન ખાનનો સહારો લેવા માગતા નથી ધ કપીલ શર્મા શો પર જવાની પર ઓફર શાહરુખ ખાને ઠુકરાવી દીધી છે શાહરુખ ખાનને આત્મવિશ્વાસ છે કે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થશે કારણકે ફિલ્મની.

ટિકિટનું ઓનલાઈન ખૂબ જ ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે શાહરુખ ખાન કોઈપણ રિયાલિટી શોમાં આ ફિલ્મનું પ્રમોશન કરવા માગતા નથી ફિલ્મ ઓનલાઈન ટિકિટ નું વેચાણ 20 તારીખના રોજ થવા જઈ રહ્યું હતું જેને 19 તારીખ થી શરૂ કરી દેવામાં આવ્યું હતું માત્ર એક દિવસમાં 18000 ટિકિટો હૈદરાબાદમાં વેચાઈ ચૂકી છે.

શાહરુખ ખાનની લોકપ્રિયતા ઓનલાઈન ટિકિટના વેચાણ પરથી સ્પષ્ટ થઈને સામે આવી રહી છે ફિલ્મના રિલીઝ ને થોડા જ દિવસોની રાહ છે એ વચ્ચે શાહરુખ ખાન સલમાન ખાન કે કપિલ શર્મા ના શોનો સહારો લેવા માગતા નથી સામાન્ય રીતે બોલિવૂડના કલાકારો પોતાની ફિલ્મ રિલીઝ પહેલા રિયાલિટી શોમાં પ્રમોશન માટે પહોંચે છે પરંતુ ફિલ્મ પઠાન માં એવું જોવા મળ્યું નથી.

ફિલ્મ પઠાણ શાહરૂખખા ને કોઈપણ જગ્યાએ પ્રમોશન ના કરવા છતાં પણ તેનું ધૂમ ઓનલાઇન વેચાણ થઈ રહ્યું છે શાહરુખ ખાન પોતાના દમ પર ફિલ્મ પઠાન ને હિટ કરાવવા માગે છે મિડીયા રીપોર્ટ અનુસાર ફિલ્મ પઠાન નું પ્રમોશન તેઓ દુબઈ પણ કરી ને આવ્યા છે અનેક દેશો મા આ ફિલ્મ રીલીઝ થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *