તમે ગુજરાતના જાણીતા બિઝનેસમેન સવજી ધોળકિયા વિશે તો સાંભળ્યું જ હશે. તમે તેમની મોટીવેશનલ સ્પીચ પણ સાંભળી હશે, સાથે જ તેમના બિઝનેસની શરૂઆત કેવી રીતે થઈ તે પણ તમે જાણતા હશો. પરંતુ શું તમે તેમની હવેલી વિશે જાણો છો? જો ન જાણતા હોય તો આજના આ લેખને પૂરો વાંચજો ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા સવજીભાઈ ધોળકિયાએ માત્ર ૪ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમ છતાં હાલમાં હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન છે.
આ કંપનીમાં હજારો લોકો કામ છે. સૌથી ધોળકિયા જેટલા તેમની બિઝનેસ સ્ટેટસ માટે અને તેમની મોટીવેશનલ સ્પીચ માટે જાણીતા છે તેટલા જ તેમની હવેલી માટે પણ જાણીતા છે. સવજી ધોળકિયા ની હવેલી હાલમાં ફરવાના શોખીન લોકો ખાસ કરીને યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે એવામાં આજના અમારા લેખમાં અમે તમને જણાવીશું કે સૌથી ધોળકિયાની હવેલીનું નામ શું છે અને આ હવેલી ક્યાં આવી છે?
સૌ પહેલા વાત કરીએ આ હવેલી ક્યાં આવી છે તેના વિષે તું સવજી ધોળકિયાની આ હવેલીનું નામ છે હેતની હવેલી.આ હવેલી સૌરાષ્ટ્રના લાઠીથી બે કિલોમીટર દૂર આવેલા દુધાળા ગામમાં આવેલી છે. આ હવેલી એટલી મોટી છે કે ત્યાં ફરતા તમને લગભગ બે કલાક જેટલો સમય લાગી શકે છે. પ્રવેશવાની અંદર આવતા સૌ પહેલા ડાંસિંગ ફુવારા, ગાર્ડન, અલગ અલગ દેશોમાંથી લાવવામાં આવેલ ફૂલછોડ જોવા મળે છે. અહી ડીજે પણ સાંભળવા મળે છે. અહી થાક ઉતારવા માટે ખુશી કે બાંકડાને બદલે હિંચકા મૂકવામાં આવ્યા છે. જે બાદ હેતની હવેલી નામનુ બોર્ડ લગાવવામાં આવ્યું છે હવેલીની અંદર શું છે? તે અંગે વાત કરીએ તો અહી અલગ અલગ હોલ બનાવવામાં આવ્યા છે.
જેમાંથી એક હોલમાં સવજી ધોળકિયાને મળેલા એવોર્ડ તેમજ સર્ટિફિકેટ મૂકવામાં આવ્યા છે. આ હોલમાં એક અનોખો પાંખો પણ રાખવામાં આવ્યો છે આગળ વાત કરીએ તો અહી બોટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બોટિંગ માટે ૫૦ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે અહી ફરવાની કોઈ જ ટિકિટ નથી . બોટિંગ સિવાય અહી કોઈપણ વસ્તુ માટે ચાર્જ લેવામાં નથી આવતો . એટલું જ નહિ લાઠી થી દુધાળા માટે ફ્રીમાં એક બસ સેવા પણ આપવામાં આવી છે જે તમને આ હવેલી સુધી પહોચાડે છે.