Cli
how patidar become patel

વર્ષો પહેલાં પાટીદારો ગુજરાત કઇ રીતે આવ્યા તેનો ઈતિહાસ…

Story

તમે ગુજરાતમાં વસતા પટેલો કે પાટીદારોની એકતા વિશે તો સાંભળ્યું જ હશે ભલે અંદરોઅંદર ગમે તેટલી લડાઈ હોય તેમ છતાં આ સમાજના લોકો સમાજ પર વાત આવતા એક થઈ જતા હોય છે.તમે એ પણ જાણતા જ હશો કે વર્ષો પહેલા અને હાલમાં ગામડામાં પટેલ સમાજ કણબી તરીકે ઓળખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ પટેલો જેની બુદ્ધિ અને એકતાના આટલા વખાણ થાય છે તે કોના વંશજ છે અને ભારતમાં કઈ રીતે આવ્યા છે.

માહિતી અનુસાર ગુજરાતના પાટીદારો કૂમિ ઋષિના વંશજો છે જે આર્ય કુળના હતા.આ પાટીદાર પહેલાના સમયમાં એશિયામાં આયુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં વસતી હતી. જે હાલમાં અફઘાનિસ્તાનમાં આવેલું છે સમયાંતરે આર્યોની બે ટોળીઓ જુદી જુદી બે દિશાઓમાં વહેંચાઈ ગઈ એક ટોળી ઈરાન તરફ ગઈ અને ત્યાંથી યુરોપના દેશો તરફ ગઈ. બીજી ટોળી મધ્યપૂર્વ દેશો તરફ ગઈ. પામીરમાંથી છૂટી પડેલી આર્યોની એક ટોળી અફઘાનિસ્તાનમાં થઈ ખૈબરઘાટ દ્વારા હિંદુકુશ પર્વતમાળા ઓળંગીને, સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગી.

જે બાદ ત્યાંથી ધીમેધીમે આગળ વધતા આ ટોળીના લોકો પંજાબ તથા ગંગા-જમનાના ફળદ્રુપ મેદાનોમાં જઈને તેઓ વસવાટ કરવા લાગ્યા. હાલમાં જોવા મળતી જાતિ લેઉવા અને કડવા પટેલ અંગે વાત કરીએ તો વર્ષો પહેલા ભગવં શ્રી રામના પુત્રો લવ અને કુશ દ્વારા પંજાબમાં લેયા અને કરડ નામના નગર બનાવવામાં આવ્યા હતા. તે સમયે જે આર્યો લેયામાં વસ્યા તે લેઉઆ અને જે કરડમાં વસ્યા તે કડવા પાટીદાર તરીકે જાણીતા બન્યા.

જોકે વાત કરીએ તેમના ગુજરાત આગમન અને કુર્મી માથી કણબી તરીકે ઓળખાવા વિશે તો પંજાબમાં આક્રમણો વધતા આ પ્રજા પંજાબ છોડી આગળ વધી ઉત્તર હિન્દુસ્તાન ના મધ્ય હિંદ પ્રાંત ના ખાન પ્રદેશ માં અને અંતે વિક્રમ સવંત ૭૦૦ દરમિયાન ગુજરાતમાં આવીને વસ્યા. શરૂઆતમાં ગુજરાતમાં આવેલ આ પ્રજા લેઉઆ કુર્મી અને કડવા કુર્મી તરીકે ઓળખાય પરંતુ સમય જતા તેનું કુણબી અને બાદમાં કણબી થયું.

વાત કરીએ પટેલ શબ્દ વિશે તો આ શબ્દનો ઉલ્લેખ રાજાહર્ષવર્ધન રાયના વર્ષો જૂના લેખમાં થયો છે. તેમાં અક્ષ્ય પટલિક નામ મળે છે. પટેલનો અર્થ છે મુખી જે જમીનો રાખે તે. વર્ષો પહેલા રાજાના સમયમાં મહેસૂલ ઉઘરાવતા લોકોને મુખી અથવા પટ્ટલિક કહેવાતા જેમાંથી પટેલ શબ્દ બન્યો.

આ ઉપરાંત વર્ષો પૂર્વે પીપળાવ રહેતા વીર વસંતદાસ નામના પાટીદારને તે સમયના રાજા ઔરંગઝેબ સાથે સારા સંબંધ હતા.જેને લઇને તેમને તે સમયે પાટીદારોના મેળાવડાનું આયોજન કર્યું અને તેમાં કણબી માટે પાટીદાર શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી જ કણબી ને પાટીદાર તરીકે ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *