કહેવાય છે કે વ્યક્તિના મગજમાં જેવી વાતો નાખવામાં આવે તેઓ જ તે બને.જો તમે તેને સારી આદતો, પૈસાનો બચાવ આ અંગે વાતો કરો તો તે તેવું કરતા શીખશે અને જો તમે તેની સામે પૈસાનો બગાડ કઈ રીતે કરવો , વધુ પૈસા ક્યા વાપરવા એ અંગે વાત કરશો તો તે એ રીતે વર્તશે.મતલબ કે, તમે તમારા બાળકો સામે જેવું વર્તન કરશો તેવું તે શીખશે. હવે તમારામાંથી ઘણા લોકો એવું કહેશે કે આ મોટીવેશન ની વાતો છે આવું ન હોય દરેક બાળકની પોતાની એક આવડત હોય છે જે તેને જન્મ સાથે મળી હોય છે.
તમે એકદમ સાચા છો. દરેક બાળકને ભગવાને કોઈને કોઈ આવડત આપી જ હોય છે જેના કારણે બાળક જીવનમાં કંઇક કરી શકે. પરંતુ તેની આવડત અંગે તેને સમજાવવા માટે તેના મગજમાં સારી વાતો અને આદતો નાખવી પડશે અને આ આદતો ક્યારે તેના મગજમાં જશે જ્યારે તે તેના માતાપિતા ને એ મુજબનું વર્તન કરતા જોશે.
આજના આ લેખમાં અમે તમને એક એવા ગુજરાતી વ્યક્તિ વિશે જણાવીએ જેને ન તો ભણવાનો શોખ હતો, ન તો પાસે બિઝનેસ કરવાના પૈસા હતા. પરંતુ તેમની માતા વાતો તેમને મગજમાં યાદ રાખી અને હાલમાં ખૂબ જ નામના મેળવી રહ્યા છે. આ વ્યક્તિ છે સવજી ધોળકિયા.ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા સવજીભાઈ ધોળકિયાએ માત્ર ૪ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમ છતાં હાલમાં હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન છે. આ કંપનીમાં હજારો લોકો કામ છે.
તમને થશે કે અચાનક આટલી સફળતા કેવી રીતે મળી? જો તમારે પણ જાણવું હોય તો આખો લેખ વાંચો. હકીકતમાં સવજી ભાઈને અભ્યાસમાં સહેજ પણ રસ ન હતો.તેથી તેમને ૪ ધોરણ અભ્યાસ કર્યા બાદ ભણતર છોડી દીધું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સવજી ભાઈએ જણાવ્યું કે, તેમને અભ્યાસ છોડી દીધો તે સમય થી જ તેમના મમ્મી તેમને એક વાત સંભળાવતા થઈ ગયા હતા. તારે પૈસા કમાવવાના છે, તારે નામ કમાવવાનું છે. સાથે જ તેમના પિતાએ પણ કહી દીધું હતું કે, તું અભ્યાસ કરે, કે કામ ગમે તે કર પણ આ ગામમાંથી તારે બહાર નીકળવાનું છે.
સવજીભાઈ એ કહ્યું કે વારંવાર આ વાતો સાંભળ્યા બાદ મે બિઝનેસ કરવાનો વિચાર કર્યો. પણ મુશ્કેલી એ હતી કે મારી સાથે કોઈ કામ કરવા તૈયાર ન હતું. હું શું કરું મને સમજાતું ન હતું. આવા સમયે મને વિચાર આવ્યો કે પૈસા આપો તો પૈસા આવે. એટલે મેં કર્મચારીઓ ને ઘર, કાર એવું આપવાની શરૂઆત કરી. ધીમે ધીમે કર્મચારી જોડતા ગયા. તેમને કહ્યું કે બિઝનેસ વધતા હું કર્મચારીઓના માતાપિતા તેમના સાસુ સસરા બધા જ માટે પ્રવાસનું આયોજન કરતો થયો. સવજીભાઈ એ કહ્યું કે, તમે વ્યક્તિને સાચવો તો તે તમારી કંપનીમાં મનથી કામ કરશે.
તેમને કહ્યું કે,આજે હું જે પણ છું તે માતાપિતાના કારણે છું તે લોકો વારંવાર એક જ વાત કહેતા હતા તેથી તે વાત મનમાં બેસી ગઈ હતી. આ સાથે જ બાળકોમાં સંસ્કાર આપવા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, સંસ્કાર આપવાના નથી હોતા,તમે જેવું વર્તન કરશો તેવું તે પણ કરવા લાગશે જણાવી દઇએ કે થોડા વર્ષ પહેલા સવજીભાઈ એ પોતાના કર્મચારીઓને ફરી ઘર, કાર વગેરે ગિફ્ટ કર્યા હતા જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.