Cli

ગૃહિણીમાંથી કઈ રીતે બન્યા ગુજરાતના પ્રથમ લેડી ડોન? સંતોકબેન જાડેજાની કહાની

Uncategorized

પોરબંદર ઘુંઘવતો દરિયો માં પોરાઈના આશીર્વાદ સાગર શક્તિ સાહસ અને શાંતિનો નાથ સુદામાની નગરી મહાત્માની ભૂમિ આ છે ગુનાખોરીની ભરતીમાં ડૂબેલા પોરબંદરની વાત નમસ્કાર અમારે વિશેષ વિશેષ રજુઆત ગેંગ્સ ઓફ પોરબંદર સાથે હું છું જીગર ગત એપિસોડમાં અમે વાત કરી હતી ગુજરાતના પહેલા ડોન શરમણ મુંજા જાડેજા વિશે આજે વાત કરીશું શરમણ મુંજાના પત્ની સંતોબેન જાડેજા [સંગીત] વિશે કહેવાય છે કે દરેક અંત નવા અધ્યાયના આરંભને જન્મ આપે છે એમ કહી શકાય કે વારસાને જીવંત રાખે છે પોરબંદરમાં રક્તરંજિત કાળની આશ શરૂઆત હતી સરમણ અને અર્જણના દેહાંત પછી પરિવાર તૂટી પડ્યો હતો બદલાની આગ ભભૂકતી હતી જાડેજા ગેંગના અસ્તિત્વની એક અલગ લડાઈ શરૂ થવાની હતી સવાલ હવે એ જ હતો કે પોરબંદરની ધરતી પર જાડેજાનું જોર રહેશે કે નહીં કોણ હશે એમ મોભી જે પરિવારની શાખ સત્તા વારસા અને વર્ચસ્વને ટકાવી રાખશે અને નામ હતું સંતોબેન જાડેજા સરણ પોતાની પાછળ ઘણું બધું છોડતો ગયો હતો પણ તેની સાથે જે થયું એ ભૂલાય એવું ન હતું અને આ વાત ના તો સંતોબેન ભૂલવા માંગતા હતા કે ના તો તેમનો પરિવાર અને એટલે જ બદલાની આગે રુદ્ર રૂપ ધારણ કરવાની શરૂઆત કરી પરિવર્તન સંસારનો નિયમ છે અને આ પરિવર્તન પોરબંધનની ગુનાહિ દુનિયા માટે હતું શરમણની હત્યા થયા બાદ બિલાડીના ટોપની જેમ નાની નાની ગેંગ સક્રિય થઈ રહી હતી પણ શરમણ અને અર્જણની તોલે કોઈ ન આવી શકે તેવું તેમના સમર્થકોને હતું ને એટલે જ આ વારસાને જીવંત રાખવાની જવાબદારી ઉપાડી સંતોબેન જાડેજાએ [સંગીત] સંતોબેન એક એવી મહિલા જેમને કોઈએ ગૃહિણી તરીકે જોઈ હતી

કોઈએ ધારાસભ્ય તરીકે ે કોઈએ માતા તરીકે અને પોલીસની ફાઈલોમાં એક એવી મહિલા તરીકે જેની આસપાસ ગુનાની દુનિયાનું જાળું ફેલાયેલું હતું તેમના નામ સાથે જોડાઈ ગયા હતા ખંડણી હત્યા તસ્કરી રિયલ એસ્ટેટ અને ગેંગ વોરના આક્ષેપો પરંતુ આ કહાણી માત્ર એક લેડી ડોનની નથી આ કહાણી છે એક એવી સ્ત્રીની જે સંજોગોના વંટોળમાં ધકેલાતી ગઈ અને અંતે તે એવી ઊંચાઈએ પહોંચી જ્યાં તેમના નામનો પડઘો પોલીસ સ્ટેશનથી લઈને [સંગીત] વિધાનસભા સુધી સંભળાતો હતો સંતોબેનને દુનિયાએ પાછળથી ગોડ મધરનું નામ આપ્યું પરંતુ આ નામ તેમના જીવનની શરૂઆતથી તેમની સાથે ન હતું એક સમય હતો જ્યારે લેડી ડોન માત્ર સંતોબેન હતા કાંસા બળ ગામની એક સામાન્ય મહેર પરિવારની દીકરી કાંસા બળ ગામમાં જન્મેલી સંતોબેન માત્ર ત્રણ ધોરણ [સંગીત] સુધી ભણી 17 વર્ષની ઉંમરે તેના લગ્ન શરમણ મુંજા જાડેજા સાથે થયા સંયુક્ત કુટુંબ થોડી ખેતી મજૂરી અને ઘરની [સંગીત] રોજીનદી જવાબદારી પરંપરાગત વસ્ત્રોમાં રહેતા સંતોબેન માટે જીવનનો અર્થ ત્યારે બહુ સીધો હતો ઘર પરિવાર અને બાળકોને સાચવવાની જવાબદારી ચાનાસ્તો બનાવો રોટલા ઘડવા ઘરમાં આવેલા મહેમાનોની આખતા સ્વાગતા કરવી [સંગીત] અને પતિ થતા બાળકોની સંભાળ રાખવી બસ આજ તેમની દુનિયા હતી શરમણ અને સંતોબેનને ચાર સંતાનો કાંધલ જાડેજા કરણ જાડેજા ભોજા જાડેજા અને કાન્હા જાડેજા શરમણ અને સંતોકબેનની એક જ ઈચ્છા હતી કે

તેમના બાળકો [સંગીત] ભણે આગળ વધે અને પોતાના પિતાથી પણ વધુ સારું જીવન જીવે કાંધલ માંગરોડની શિશુ વિહારમાં ભણતો બાળકો માટે કઈક સારું [સંગીત] કરવાની માતાપિતાની મહેનત ચાલી રહી હતી પરંતુ અચાનક એક ઘોળીએ આ આખા પરિવારનું ભવિષ્ય બદલી નાખ્યું મહેર સમાજની રાસ મંડળીમાં રાસ રમાઈ રહ્યો હતો અને એ જ સમયે શરમણ જાડેજાને પાછળથી ગોળીમારીને હત્યા કરાઈ અને એક જ પળમાં પરિવારનો આધાર છીનવાઈ ગયો પતિનું મોત માત્ર સંતોબેન માટે પતિ ગુમાવવાનો આઘાત ન હતો તેમની સામે [સંગીત] હવે ચાર બાળકોની જવાબદારી પણ હતી અને સૌથી મોટું જોખમ હતું પતિના દુશ્મનો કહેવાય છે કે શરમણભાઈના મૃત્યુ બાદ તેમના વિરોધીઓએ પરિવારને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો અને અહીંથી એક ગૃહિણીના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે પોરબંધનના ઇતિહાસનો લોહિયાળ ઇતિહાસ લખ્યો તે સમયે સંતુકબેન પાસે બે રસ્તા હતા પહેલો એ કે ડરીને પરિવાર સાથે ખૂણામાં બેસી રહેવું અને બીજો પોતાના પરિવારની સુરક્ષા માટે પતિના જૂના સાથીદારોને ફરી એકઠા કરવા સંતોબેને બીજો રસ્તો પસંદ કર્યો પતિની જૂની ગેંગ [સંગીત] ફરીથી એકઠી થઈ અને થોડા જ સમયમાં પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં સંતોબેનના નામનો ખોફ ફહેલાવવા લાગ્યો પરંતુ પતિની હત્યાના આરોપીઓ હજુ પણ પોરબંદરમાં ખુલ્લેઆમ ફરતા હતા એક દિવસ સંતોબેનને તેમને જોયા ત્યારથી તેઓ પોતાના ચાર પુત્રોની થાળીમાં ગોળની જગ્યાએ કાંકરો મૂકવા લાગ્યા આ રીતે તેઓ રોજ યાદ અપાવતા કે દુશ્મન હજુ જીવતા છે અને તમે આરામથી ખાઈ રહ્યા છો આ પ્રસંગ ઘણા લોકો અને પત્રકારોએ વારંવાર વાગળવેલો છે પરંતુ અહીં એક વિચિત્ર વાત એ હતી કે સંતોબેને ક્યારેય પોતે હથિયાર હાથમાં માં ન હતું લીધું તેમના હાથમાં ક્યારેય ગન જોવા નહોતી મળી પરંતુ ગેંગમાં તેમની વાત અંતિમ ગણાતી પોલીસની નજરમાં તેમનું નામ આવતું રહ્યું પરંતુ સીધી રીતે ગુનામાં તેમની [સંગીત] સંડવણી સાબિત કરવી હંમેશા પડકારરૂપ રહી સંતોબેન જાડેજા એક એવી સ્ત્રી જેણે હાથમાં ક્યારે હથિયાર ન લીધું પણ દુશ્મનોમાં જબરદસ્ત ખોફ ઊભો કર્યો જ્યારે પોતાના લોકો માટે સંતોખબેનનું નામ બની ગયું હતું ગોડમધરનું આ કહાણી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટમાંથી નીકળેલી નથી આ કહાણી છે એ સમયની જ્યારે પોરબંદરની ગલીઓમાં એક સામાન્ય ગૃહિણીનું જીવન અચાનક એવી દિશામાં વળી ગયું જ્યાંથી [સંગીત] પાછા ફરવાનો રસ્તો જાણે બંધ થઈ ગયો

હતો પતિના દુશ્મનોનો સફાયો કર્યા બાદ રિયલ એસ્ટેટ ખંડણી હેરાફેરી દાણ ચોરી અને ગુનાની દુનિયા સાથે જોડાયેલા અનેક આક્ષેપો વચ્ચે સંતોકબેનનું નામ ધીમે ધીમે પોરબંધનની હદ પાર કરવા લાગ્યું તેમના આસપાસ લોકોની એક એવી દુનિયા ઊભી થવા લાગી જ્યાં વિશ્વાસ વફાદારી અને ડર ત્રણે એકસાથે કામ કરતા હતા પરંતુ સંતોબેનની કહાણીનું સૌથી મોટું રહસ્ય કદાચ અહીં જ હતું કહેવાય છે કે તેમના નામનો ખોફ એવો હતો કે તેમના માટે કામ કરતા લોકો તેમના દુશ્મનો અને પોલીસ બધાની નજરમાં સંતોબેનનું એક અલગ જ અસ્તિત્વ બની ગયું હતું તેમને લેડી ડોન કહેવામાં આવ્યા લેડી કિલર જેવા નામો મળ્યા અને ધીમે ધીમે આ નામો સાથે જોડાયું ગોડ મધરનું [સંગીત] વિશેષણ તેમના વિશેની એક વાત ખાસ ચર્ચાતી રહી સંતોબેન સામે ઊભા રહેવાની હિંમત કરવી સહેલી ન હતી સંતોબેનના નામની આસપાસ એવો ડર ઊભો થઈ ગયો હતો કે અફવા પણ હકીકત જેવી લાગવા લાગી હતી એવું કહેવાય છે કે જે પણ દુશ્મન તેમની સામે પડતો તેનો અંજામ ખૂબ જ ખરાબ આવતો એટલે જ સ્વાભાવિક રીતે જ સામાન્ય લોકોમાં તો ડર હતો જ અને આ ડર માત્ર સામાન્ય લોકોમાં જ ન હતો તેમની સામે કોઈ ગુનો નોંધાવા જાય તો પોલીસ પણ ગુનો નોધતા ડરતી હતી સામાન્ય રીતે કોઈ ફરિયાદ નોંધાવાની હિંમત પણ ન કરતું પણ માફિયારાજ તે સમયે ખૂબ ખતરનાક રીતે આગળ ચાલી રહ્યું હતું તેમની ધરપકડ કરવાની હિંમત કરનાર એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે સંતોબેન તેમના પતિના મૃત્યુ સુધી એક સામાન્ય મહિલા જ હતા પરંતુ જ્યારે [સંગીત] તેમના દુશ્મનોએ તેમને એકલી સમજીને તેમના બાળકોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ એવું કહેવાય [સંગીત] છે કે સંતોબેનની ગેંગમાં અંદાજે 400 થી 500 માણસો હતા એટલે પોરબંધનની કોઈપણ ગલીમાં જાવ તેમના માણસો તો તમને જોવા મળે છે 1980 ના અંતિમ વર્ષોમાં પોરબંદરમાં ગેંગવોર પરાકાષ્ટાએ પહોંચ્યું ફાયરિંગથી હત્યાઓ ધમકીઓ અને ગેરકાયદે ધંધાઓ પર કબજો મેળવવાની લડાઈ ચાલી રહી હતી સત્તાવાર રિપોર્ટ પ્રમાણે પોરબંદરમાં સક્રિય ગેંગ્સ ખાસ કરીને ચૂનાના પથ્થરની ખાણો ટ્રાન્સપોર્ટ તથા અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હત્યા લૂટફાટ જેવી પ્રવૃત્તિઓ બેફામ રીતે ચાલી રહી હતી. ઘણા કેસમાં સંતોબેન જાડેજા સામે ફરિયાદો થઈ પરંતુ પુરાવાના ભાવે તેવો નિર્દોષ છૂટી જતા ફક્ત એકવાર તેમણે જેલવાસ ભોગવ્યો હોવાનું જાણવા મળે છે. વર્ષ 1996 થી 1998 દરમિયાન અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આશ્રે 16 મહિના તેમણે જેલવાસ ભોગ્યો હતું. આ ઉપરાંત બીજા કેટલાક કેસ એવા હતા જેમાં તેમનું નામ આવ્યું હતું. 2 ઓગસ્ટ 1995 નો એ દિવસ હતો પોરબંદરમાં રિક્ષા ચાલક પ્રકાશ અમૃટલાલ મોઢાની હત્યા થઈ હતી આ કેસમાં સંતોબેન તેમના [સંગીત] પુત્ર કાંધલ અને બીજા સાતથી આઠ લોકો સામે હત્યાનો આરોપ લાગ્યો હતો

જો કે ધરપકડ બાદ તેમને જામીન ઉપર છુટકારો મળ્યો હતો. આખરે 11 ડિસેમ્બર 2006 ના રોજ પોરબંદર કોર્ટે પુરાવાના અભાવે તેમને અને બીજા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા આવો જ [સંગીત] એક કેસ કેશુ નેભા ઓડેદરાનો છે આ કેસ 2005 માં ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો 1 માર્ચ 2005 ના રોજ પોરબંદનના કળયા પ્લોટ પર બીજેપી કાઉન્સિલર કેશુ નેભા ઓડેદ્રાની હત્યા થઈ જેમાં સંતોખકબેન તેમના પુત્રો કાંધલ કરણ કાનો ભોજા અને અન્ય લોકો સામે આરોપો લાગ્યા હતા સંતોબેન રાજકોટથી ફરાર થયા હતા અને ઓગસ્ટ 2005 માં તેમની રાજકોટથી જ ધરપકડ કરવામાં આવી અને પોરબંદર લાવવામાં આવ્યા હતા જો કે આ કેસમાં પણ તેમને જામીન મળી ગયા હતા અને ફેબ્રુઆરી 2011 માં પોરબંદર સેશનસ કોર્ટે પુરાવાના અભાવે સંતોખકબેન સહિત નવ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા ત્યારબાદ મે 2007 માં જૂનાગઢ નજીક દાતાર દેરા પર એક 17 વર્ષીય છોકરીની હત્યા થઈ અને બીજી છોકરી સાથે બળાત્કાર થયો. આ કેસના મુખ્ય આરોપીઓને આશ્રય આપવાના આરોપમાં સંતોબેન સામે પણ ફરિયાદ થઈ. જૂન 2007 માં તેને રાજકોટથી જૂનાગઢ લવાયા અને ધરપકડ કરાઈ હતી. આ રીતે તેમની ગેંગ સામે હત્યા વસૂલી હથિયાર રાખવા અપહરણ જેવા અનેક કેસ નો થયા તેમની વારંવાર ધરપકડ કરવામાં આવી હતી અને જામીન પણ મળી જતા હતા મોટાભાગના કેસમાં સાક્ષીઓ હોસ્ટાઇલ થવા કે પુરાવા અપૂરતા હોવાના કારણે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા નીતિમાં પણ તેમનો સિતારો [સંગીત] ચમક્યો સંતોબેનની રાજકરણમાં આવવાની પુષ્ઠભૂમિ તૈયાર થઈ ચૂકી હતી ગુનાની સાથે જાતિ સમાજ મત અને સત્તાના સમીકરણો પણ કામ કરી રહ્યા હતા સંતોબેન જાડેજા આ આખું સમીકરણ ખૂબ નજીકથી જોઈ રહ્યા હતા તેઓ સમજી ગયા હતા કે ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓને તેમની અને તેમના પરિવારની તાકાતની જરૂર પડે છે સંતોબેને કદાચ ત્યારે એક સવાલ થયો હશે કે જો રાજકારણીઓ અમારી તાકાતનો ઉપયોગ કરી શકે છે તો આપણે આપણી તાકાતને રાજકારણમાં કેમ ન લઈ જઈએ આ સવાલનો જવાબ જ કદાચ તેમની જિંદગીનો સૌથી મોટો વળાંક બન્યો સંતોબેનની પહેલી ધરપકડ કરનારા પોલીસ અધિકારી સતીશ વર્મા હતા તેમણે એક ઇન્ટરવ્યુમાં સંતોબેન સાથે જોડાયેલી દુનિયા વિશે વાત કરી હતી તેમના કહેવા પ્રમાણે મર્ડર ખંડણી તસ્કરી અને વસૂલી જેવા ગુનાઓમાં સંતોબેનનો દબદબો હતો. કહેવાય છે કે તેમના પરિવાર અને ગેંગસ સામે [સંગીત] કુલ 532 ગુના નોંધાયેલા હતા. જેના પરથી તેમની [સંગીત] ગુનાખોરી કેટલી ખતરનાક હશે તે સમજી શકાય. સમય જતા પોરબંદરના રિયલ એસ્ટેટ અને ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં પણ તેમનો પ્રભાવ વધ્યો. એટલે સંતુકબેનનું નામ માત્ર ગુનાની દુનિયા સુધી મર્યાદિત રહ્યું ન હતું. એક તરફ ગેંગ અને તેની [સંગીત] ધાક હતી બીજી તરફ સમાજમાં વધતો પ્રભાવ હતો અને હવે ત્રીજી તરફ રાજકારણનો દરવાજો પણ ખુલી રહ્યો હતો સંતોબહેન પોતે બહુ ઓછું બોલતા મીડિયા સામે તો લગભગ [સંગીત] મોન જ રહેતા પરંતુ જેઓ ક્યારેક પોતાની રાજકીય સફર વિશે વાત કરતા ત્યારે સુરક્ષા અને પરિવારનો મુદ્દો વારંવાર સામે [સંગીત] આવતો રાજકારણમાં પ્રવેશ તેમની માટે કદાચ સત્તાનો શોખ ન હતો સંતોબેનની પહેલી ચૂંટણી તાલુકા પંચાયતની હતી જીવનમાં પહેલીવાર તેમણે ઘરની ડેલી વટાવી અને જાહેર જીવનમાં પગ મૂક્યો અને ચૂંટણી જીતી ગયા આ જીત [સંગીત] પછી જાણે તેમની સામે રાજકારણનો બીજો દરવાજો ખુલી ગયો હવે તેઓ માત્ર કોઈ પરિવારની ગૃહિણી ન હતા તેઓ એક ચૂંટાયેલા પ્રતિનિધિ હતા પછી કુતિયાણા વિધાનસભાની ચૂંટણી આવી 1990 માં જનતા દળે તેમને ત્યાંથી તક આપી તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ અને જનતા દળના નેતાઓ સાથે તેમની [સંગીત] રાજકીય નિકટતાનો ઉલ્લેખ છે. ચીમનભાઈ પટેલને તેમના રાજકીય માર્ગદર્શક અને સમર્થક કહેવાતા 1990 ની વિધાનસભા ચૂંટણીમાં સંતોબેન કુતિયાણા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા અને જંગી બહુમતીથી જીત્યા. 1990 થી 1995 સુધી તેઓ ધારાસભ્ય રહ્યા. એક સામાન્ય ગૃહિણીમાંથી વિધાનસભા સુધી પહોંચેલી આ યાત્રા અસાધારણ હતી. તેઓ પોરબંદનના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા હતા સંતોબેન મહેર સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા હોવાનું [સંગીત] પણ કહેવાય છે

તેમના પ્રભાવની ચર્ચા માત્ર વિધાનસભા સુધી મર્યાદિત ન હતી તેમનો પાવર પણ એટલો જ [સંગીત] જબરદસ્ત હતો જો સંતોબેનના રાજકીય પ્રસંગની વાત કરીએ તો ચિમનભાઈ પટેલની સરકારમાં વિશ્વાસ મત સાથે જોડાયેલો કિસ્સો પણ સંતોબેનની રાજકીય છબીનો નો ભાગ બની ગયો. મીટિંગમાં ચર્ચા હતી કે જો બે ત્રણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો સરકાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે. બંધારણના જટિલ રાજકીય ગણિતથી અજાણ સંતુકબેને સહજ રીતે સવાલ કર્યો કે બે ત્રણને આપણે અહીં આભાજ ન દઈએ તો તેનો અર્થ રાજકીય ગલીઓમાં અલગ રીતે લેવાયો બધા ધારાસભ્યો સતર્ક થઈ ગયા આખરે મત લેવાની નોબત જ ન આવી પરંતુ ચિમનભાઈ પટેલના અવસાન પછી તેમનો રાજકીય પ્રભાવ ધીમે ધીમે ઘટવા લાગ્યો જે સંબંધો અને સત્તાના સમીકરણોએ [સંગીત] તેમને ઊંચાઈ આપી હતી એ જ સમીકરણો હવે બદલાઈ રહ્યા હતા વર્ષ [સંગીત] 1996 સુધી સંતોબેનનો ખોફ હતો પરંતુ પછીથી ગેંગ ઉપર તેમની પકડ નબળી પડતા વર્ષ 1996 માં હત્યાના પ્રકરણમાં તેમને 16 મહિના જેલમાં મોકલી દેવાયા જેલમાંથી છૂટ્યા બાદ સંતોબેન રાજકોટ જતા રહ્યા જો કે ફરીથી વર્ષ 2002 માં વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું જો કે તે સમયે તેમણે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને વર્ષ 2005 માં બીજેપીના નેતાની હત્યા કેસમાં સંતોબેનને ફરીથી [સંગીત] જેલના સળિયા પાછળ ધકેલાયા હતા જો કે તેઓો થોડા સમય બાદ જેલમાંથી છૂટી ગયા આખરે સંતોબેનના જીવનમાં [સંગીત] એક એવો સમય આવ્યો જ્યારે બહારની દુનિયાનો શોર ધીમે ધીમે શાંત થવા લાગ્યો રાજકારણથી દૂર જાહેર જીવનથી

દૂર અને પોતાના પરિવારની નજીક હતા. આખરી [સંગીત] માર્ચ 2011 માં છાતીમાં દુખાવો પડતા અચાનક જ તેમનું અવસાન થયું પોરબંદરમાં સંતો જાડેજા બહેન તરીકે ઓળખાતા હતા પરંતુ 1999 [સંગીત] ની આસપાસ તેમના જીવન પર આધારિત ગોડ મધર નામની ફિલ્મ આવી હતી જેમાં શબાના આઝમીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી જો કે આ ફિલ્મ તેમના ઉપર આધારિત હોવાનો નિર્દેશકે ઇન્કાર કર્યો હતો છતાં ફિલ્મના ના ક્રુ તથા સંતોક બહેનની વચ્ચે બેઠક [સંગીત] પણ થઈ હતી એવી ચર્ચા હતી કે ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે સંતોબેને વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ શબના આઝમી તથા જાવેદ અખતર એવું સમજાવવામાં સફળ રહ્યા હતા કે ફિલ્મના થોડું ઘણું કાલ્પનિક તો દેખાડવું પડે બાદમાં ફિલ્મની સ્ટારકાસ્ટે ગોડ મધરની મહેમાન ગતિ પણ માણી હતી. સંતોબેન જાડેજા બીજા કરતાં એટલા માટે અલગ છબી [સંગીત] ધરાવતા હતા કારણ કે જે સમયે સ્ત્રીઓ ઘૂમટા તાણીને ફરતી હતી તે સમયે તેમણે પોતાનો સિક્કો [સંગીત] ચલાવ્યો અને એક ગેંગ લીડરથી ધારાસભ્ય બનીને [સંગીત] વિધાનસભા સુધી પહોંચ્યા અને એટલે જ કદાચ આજે પણ તેઓ પોરબંદર વાસીઓના સ્મરણમાં જીવંત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *