જ્યારે બીજી ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને એનસીબીની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા તે સમયે આર્યન ખાનને સમીર વાનખેડેએ જાતે પૂછપરછ કરી હતી આ પૂછપરછ દરમ્યાન આર્યન ખાને સમીર વાનખેડેને કંઈક કહ્યું હતું જેનાથી સમીર વાનખેડે પોતે આઘાતમાં હતા.
રિપોર્ટ અનુસાર ત્રીજી ઓક્ટોબરના રોજ આર્યન ખાન જ્યાં આખો દિવસ પૂછપરછ હેઠળ હતો અને સમીરજીએ પોતે આર્યન ખાનની પૂછપરછ કરી હતો એનસીબીનો નિયમ છે કે જે લોકો પાવડરના મામલામાં પકડાય છે તેઓની માત્ર પૂછપરછ કરવામાં આવતી નથી પરંતુ તેમને સલાહ પણ આપવામાં આવે છે અને સમજાવવામાં આવે છે કે તમે જે કામ કરી રહ્યા છો તે ખૂબ જ ખતરનાક છે.
તમે આવા કામ દ્વારા અન્ય લોકોને શું સૂચવી રહ્યા છો અને તે કોઈના જીવનને કેવી રીતે અસર કરી શકે છે આ રીતે સમીર વાનખેડે દ્વારા આર્યનને સલાહ આપવામાં આવી હતી કારણ કે તે સ્પષ્ટ છે કે આર્યન ખાનની ઉંમર માત્ર 23 વર્ષ છે અને આટલી નાની ઉંમરમાં જો તેઓ પાવડર બાબતમાં સંકળાયેલા હોય તો તે ચિંતાનો વિષય છે તેથી સમીર વાનખેડેએ આર્યનને આ બાબત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે આર્યનખાને સમીર વાનખેડેને વચન આપ્યું હતું કે તે જેલમાંથી બહાર આવ્યા બાદ એક સરસ વ્યક્તિ બનશે અને સરસ કામ કરશે અને તેના માતાપિતાને ગૌરવ અપાવશે અને માત્ર આર્યન જ નહીં પરંતુ આર્યન સાથે પકડાયેલા તમામ લોકોએ આવા વચનો આપ્યા છે હાલ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે.
તેને સામાન્ય કક્ષમાં ખસેડવામાં આવ્યો છે અને તેથી તે સામાન્ય કેદી જેવુ જીવન જીવી રહ્યો છે જ્યાં તેને તેના ઘરનો ખોરાક ખાવાની છૂટ નથી પરંતુ તે તેના ઘરના કપડાં પહેરી શકે છે અને તેથી શાહરૂખ ખાને આર્યન ખાન માટે 4200 રૂપિયા મની ઓર્ડર દ્વારા મોકલ્યા છે કે જેના દ્વારા તે પોતાનો મનપસંદ ખોરાક અથવા ઉપહારગૃહમાંથી જે ખાવા ઈચ્છે તે ખાઈ શકે.