સલમાન ખાન બોલીવુડના એક એવા અભિનેતા છે જે લોકોની મદદ પણ કરે છે અને લોકોને બરબાદ પણ કરી નાખે છે. સલમાન ખાન ની બીઇંગ હ્યુમન સંસ્થા વિશે તો લોકો જાણે જ છે,લોકો એ પણ જાણે છે કે સલમાન ખાન જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા આગળ આવ્યા છે એટલું જ નહિ સલમાન ખાનને કોઈ છોકરી કે છોકરાનો ચહેરો ગમી જાય તો સલમાન તેને બોલીવુડના સારા સારા લોકો પાસે કામ અપાવી તેનું કરિયર બનાવી દે છે આ બધું કરવા છતાં સલમાન પોતાના ગુસ્સાને કારણે હમેશા એક ખરાબ વ્યક્તિ તરીકે લોકોમાં ઓળખાય છે.
સલમાનનો ગુસ્સો એટલો ખરાબ છે કે તે કોઈ નાની વાતને લઈને પણ બોલીવુડના અનેક એક્ટર નું કરિયર બરબાદ કરી ચૂકયા છે અને આમાં જો કોઈ એકનું નામ લઈએ તો સલમાન અને વિવેક ઓબેરોય વચ્ચે ચાલતી બબાલ વિશે તો બધા જ જાણે છે આજ કારણ છે કે બોલીવુડમાં ભાઈ તરીકે ઓળખાતા અને અનેક લોકોના ગોડફાધર રહેલા સલમાન ખાન ને ઘણાં લોકો નાપસંદ કરે છે, ઘણા લોકો એમનાથી દૂર રહેવા માંગે છે. સલ્લુભાઈથી દૂર રહેવા ઈચ્છતા લોકોમાં એક નામ કેજીએફ મૂવી એક્ટર યશનું પણ છે.
એક ઇન્ટરવ્યૂ પ્રમાણે સાઉથના સુપરસ્ટાર યશને કેજીએફ મુવિની સફળતા બાદ બોલીવુડમાં પણ અનેક ફિલ્મ મળવા લાગી હતી જેમાંથી એક ફિલ્મમાં સલમાન યશ સાથે કામ કરી રહ્યા હતા આમ તો કોઈપણ નવા એક્ટર માટે સલમાન સાથે કામ કરવું એ સપનાની વાત છે પરંતુ રોકિંગ સ્ટાર યશે એમ કહીને આ ફિલ્મ છોડી હતી કે તેઓ સલમાન સાથે કામ નથી કરવા માગતા તેઓ એ ઇન્ટરવ્યૂમાં સલમાનને કરિયર સ્પોઇલર ગણાવતા કહ્યું કે સલમાન ખાનના ગુસ્સા વિશે તેમના સ્વભાવ વિશે બધા જ જાણે છે તે એક કરિયર સ્પોઇલર એક્ટર છે જેને અનેક લોકોના કરિયર બરબાદ કર્યા છે અને સલમાન મારુ કરિયર પણ બરબાદ કરી શકે છે હું તેમનાથી દૂર જ રહેવા ઇચ્છું છું.