આર્યનની જામીન અરજી કોર્ટે એક નહિ પણ બબ્બે વાર ખારીજ કરી છે એ વાત તમે જાણતા જ હશો સતિષ માનશિંદે જેને સૌથી સારા વકીલ ગણવામાં આવે છે જે સંજય દત્ત સલમાન ખાન જેવા અભિનેતાઓના કેસ પણ લડી ચૂક્યા છે આ વકીલની એક ભૂલના લીધે આર્યનને આટલા દિવસથી જેલની હવા ખાવી પડે છે અને એટલે જ હવે પિતા શાહરૂખખાને નવા વકીલને કેસમાં રાખવાનો નિણર્ય કર્યો છે.
મળતી માહિતી અનુસાર આ નવા વકીલ એ જ છે જેમને સલમાનખાનને હિટ એન્ડ રન કેસમાં નિર્દોષ સાબિત કરાવ્યા હતા આ વકીલનું નામ અમિત દેસાઈ છે અને તેમને ખાસ જામીન અપાવવા માટેના જ વકીલ માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨માં હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને નીચલી અદાલતમાં સજા કરી હતી અને પાંચ વર્ષની સજા કરી હતી.
જે બાદ તેમને ઉપરની અદાલતમાં કેસ ચલાવ્યો હતો જે બાદ આ જ વકીલ અમિત દેસાઈએ સલમાનને વર્ષ ૨૦૧૫માં હિટ એન્ડ રન કેસમાં નિર્દોષ સાબિત કરાવ્યા હતા તેમને કોર્ટમાં કહ્યું હતું કે સલમાન વિરુદ્ધ કોઈ સબૂત જ નથી મળ્યા કોઈ મજબૂત કેસ જ નથી થયો તેમને કહ્યું કે સલમાન ખાન વિરુદ્ધ આ કેસમાં માત્ર બનાવેલી વાત જ છે.
આમ કહીને તેમને સલમાન ખાનને નિર્દોષ સાબિત કર્યા હતા અને સલમાન ખાન માત્ર ૩૦હજાર રૂપિયા દંડ ભરીને વર્ષો જૂના આ કેસમાંથી છૂટી ગયા હતા ત્યારે હાલમાં આર્યનના જામીન માટે પણ શાહરૂખ ખાને અમિત દેસાઈ સાથે વાત કરી છે તેઓ આ કેસ લડવા પણ તૈયાર છે જો કે તમને જણાવી દઈએ કે આ કેસમાં તેમનો મુદ્દો એ જ હશે કે અધિકારીઓને કઈ મળ્યું જ નથી.
આર્યન પાસે તો શું કામ એને જેલમાં રાખવામાં આવી રહ્યો છે હાલમાં આપણે બસ રાહ જોઈ શકીએ કે દીકરાને બચાવવા વલખાં મારતા શાહરુખને હવે સફળતા મળે છે કે નહિ બસ આવાજ મજેદાર માહિતી સૌથી પહેલા અને દરરોજ જાણવા માટે અમારી સાથે જરૂરથી જોડાઈ શકો છો બસ આટલુજ હતું આમાં બાકી તમારો અભિપ્રાય અમારા માટે જરૂરી છે.