મિત્રો ગઈ કાલે એક ખબર આવી હતી સલમાન ખાન વિશે જેમાં સલમાન ખાનને 2 દિવસ પહેલા રાત્રે તેઓ પોતાના પનવેલમાં આવેલા ફાર્મ હાઉસ પર 27 ડિસેમ્બરે પોતાનો જન્મ હોવાથી મિત્રો તથા પરિવારના કેટલાક સદસ્યો સાથે ફાર્મ પર પહોંચ્યા હતા જ્યાં એક રૂમમાંથી સલમાનને સાપે ડંખ માર્યો હતો.
સલમાન ખાને આજે 27 ડિસેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ હોવાથી ઘણા લાંબા સમય બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા તેમાં મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમને સાપે ડંખ કંઈ રીતે માર્યો હતો ત્યારે સલમાને જણાવ્યું હતું પનવેલના ફાર્મ હાઉસની આજુબાજુ બહુ ઝાડવા સાથે જંગલ જેવો વિસ્તાર છે.
ત્યાં રાત્રે અચાનક એક રૂમમાં સાપ દેખાતા બાળકોએ બૂમો પડી હતી ત્યારે હું પહોંચ્યો અને એક લાકડીનો ટુકડો લાવવા કહ્યું લાકડીનો ટુકડો જે લાવ્યો તે બહુ નાનો હતો તેનાથી સાપને ટુકડા પર ચડાવીને બહાર લઈ જઈ રહ્યો હતો સાપ લાકડી પરથી ધીરે ધીરે મારા હાથ પર આવી રહ્યો હતો.
સલમાન આગળ કહેતા જણાવ્યું સાપ મારા હાથ પર આવી ગયો ત્યારે મેં બીજા હાથેથી પકડી લીધો ત્યારે તે ગામના જે અમારો સ્ટાફ છે તેમણે જણાવ્યું તે કંદારી સાપ છે ત્યારે બધાએ બૂમો પાડવા લાગ્યા કંદારી કંદારી ત્યારે સાપે અચાનક ડંક માર્યો જે હાથ પર ત્રણ વાર ડંખ માર્યો પછી હું તાત્કાલિક હોસ્પિટલ દાખલ થઈ ગયો.