બોલીવુડના ભાઈજાન સલમાન ખાન વિરુદ્ધ મુંબઈની અંધેરી માજિસ્ટ્રેટ કોર્ટે નોટિસ જાહેર કરતા એમને 5 એપ્રિલના રોજ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે સલમાન પર આરોપ છેકે એમને 2019માં પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું આ મામલે કોર્ટે સલમાનને નોટિસ મોકલી છે ન્યુઝ એજન્સી ANI મજુબ.
સલમાન ખાન વિરુદ્ધ અશોક પાંડેએ અપીસીની કલમ 504 અને 506 મુજબ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને સુનવણી થવાની છે હાલમાં જ સલમાન ખાનને કાળા હરણ કેસમાં રાહત મળી છે પરંતુ તેઓ ફરીથી ફસાતા જોવા મળી રહ્યા છે સલમાન ખાનને એક પત્રકાર સાથે ખોટો વ્યવાર કરવો હવે ભારે પડી રહ્યો છે.
જણાવી દઈએ સલમાન ખાન 2019માં સાયકલ લઈને બહાર ફરવા નીકળ્યા હતા આ દરમિયાન પત્રકાર અશોક પાંડે પણ અહીં હાજર હતા એમણે સલમાનના બોડીગાર્ડથી પરમિશન લીધી હતી કે તેઓ સલમાનનો વિડિઓ બનાવે અને ત્યારબાદ અશોક સલમાનનો વિડિઓ બનાવવા લાગે છે ત્યારે સલમાન અશોક પર ગુસ્સે થઈ જાય છે.
આ દરમિયાન સલમાનના 2 બોડીગાર્ડ અશોકને માર મારે છે અશોકે દાવો કર્યો હતો કે સલમાને એમનો ફોન પણ ઝૂંટવી લીધો હતો આ મામલે અશોકે પોલીસ સ્ટેશન બાદ હાઇકોર્ટના શરણે ગયા હતા જેને લઈને હવે કોર્ટે 5 એપ્રિલના રોજ સલમાનને કોર્ટમાં હાજર થવા માટે નોટિસ ફટકારી છે.