ગઈકાલે દિગ્ગ્જ અભિનેતા ઋષિ કપૂરનો ગઈકાલે 70 મી જન્મદિવસ હતો 1952 માં જન્મેલ ઋષિ કપૂરે 2020 માં દુનિયાને અલવિદા કહી હતી એમનાથી જોડાયેલ અનેક કિસ્સા જોડાયેક છે એમણે પોતાના જીવનથી જોડાયેલ કેટલાક કિસ્સા એમની પુસ્તક ખુલ્લામ ખૂલ્લામાં બતાવી છે અને એમાંથી એક વાત ડોન દાઉદ ઈબ્રાહિમ વિશેની હતી.
પુસ્તક મુજબ 1988માં જ્યારે ઋષિ કપૂર તેમના ખાસ મિત્ર બિટ્ટુ આનંદ સાથે દુબઈ ગયા હતા ત્યારે તેઓ પહેલીવાર દાઉદને મળ્યા હતા ઋષિના કહેવા પ્રમાણે એક અજાણ્યો વ્યક્તિ એરપોર્ટ પર આવ્યો અને તેને ફોન આપ્યો અને કહ્યું કે દાઉદ તમારી સાથે વાત કરશે ઋષિ કપૂરે વાત કરતા જણાવ્યું કે દુબઈમાં તેમનું.
સ્વાગત કરવામાં આવ્યું હતું અને કહ્યું હતુંકે જો કંઈપણની જરૂર હોય તો તેઓ તેમને જણાવી શકે છે એટલું જ નહીં દાઉદે ઋષિને પોતાના ઘરે પણ બોલાવ્યા હતા અને આ આમંત્રણ સાંભળીને ઋષિ કપૂર પણ નવાઈ પામી ગયા હતા ઋષિ કપૂરે જણાવ્યું એમની દાઉદ સાથે ચારથી પાંચ કલાક વાત થઈ હતી.
ડોન દાઉદે ઋષિ કપૂરને કહ્યું હતું કે એમની ફિલ્મ તવાયફ ખુબ પસંદ છે કારણકે આ ફિલ્મમાં ઋષિ કપૂરના પાત્રનું નામ દાઉદ છે તેમના મતે આ ફિલ્મે દાઉદનું નામ લોકપ્રિય કર્યું ઋષિ કપૂરે જણાવ્યું હતું કે તેમને દાઉદે મળવાનું કહ્યું ત્યરે તેઓ ખુબ ડરી ગયા હતા ઋષિના મુજબ તેઓ બીજી વાર 1989માં પણ એક મોલમાં દાઉદને મળ્યા હતા.