ગુજરાતી ફિલ્મોમાં એક સમયે હાસ્ય કલાકાર તરીકે જેનો દબદબો હતો હંમેશા ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડીયા સાથે રહીને દર્શકોને પેટ પકડીને હસાવતા રમેશ મહેતા નું નામ આજે પણ લોકો ભૂલી શકતા નથી રમેશ મહેતા સદીના એ મહાનાયક હતા જેમને ગુજરાતી ફિલ્મોને પોતાના શ્રેષ્ઠ અભિનયથી જીવંત રાખી હતી.
તેમની જગ્યા આજે પણ કોઈ પણ લઈ શકતું નથી રમેશ મહેતાએ ઘણી બધી ફિલ્મો થકી ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી તેમને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો રમેશ મહેતાનો જન્મ 23 જૂન 1934 માં નવાગામ ખાતે થયો હતો તેમના પિતાજીનું નામ ગિરધરલાલ મહેતા અને.
માતા નું નામ મુકતાબેન હતું રમેશ મહેતા નાનપણથી નાટકલેખન અને અભિનય માં ખૂબ જ રુચિ ધરાવતા હતા શરૂઆતમાં તેમને અમદાવાદમાં ભારતભૂષણ થિયેટરમાં છ મહિના સુધી નોકરી કરી હતી જેમનું નામ સાંભળતા ચહેરા પર હાસ્ય છવાઈ જાય એ રમેશ મહેતાએ રાજકોટમાં.
પીડબલ્યુ ડી માં 65 રૂપિયા ની નોકરી થી વંથલી સાઈડ પર પોતાનુ કામ શરૂ કર્યું હતું સાલ 1949 માં તેમને વિજયા બહેન સાથે લગ્ન કર્યા તેઓ બે દીકરાને એક દીકરીના પિતા બન્યા ત્યારબાદ મુંબઈની કેસી કોલેજમાં તેમને નાટ્ય કલા નું જ્ઞાન મેળવ્યું તેઓ મેકઅપ સ્ટેજક્રાફ્ટ એક્ટીગ ડીરેક્સન.
સ્પીચ આર્ટ જેવા ગુણો કેળવી પારંગત બની ગુજરાત આવ્યા ગુજરાત આવ્યા બાદ તેમને નાટકો લખવાની શરૂઆત કરી ત્યારે તેઓ અરવિંદ પંડ્યાના સંપર્કમાં આવ્યા અને લખવાની સાથે તેઓએ અભિનયમાં પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું મુખ્યત્વે તેઓ સહાયક અભિનેતા તરીકે.
મનોરંજન કરાવતા હતા તેમને ગાજરની પીપૂડી ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું હતું તેમને જીવનમાં ખૂબ જ સંઘર્ષ શું થતી ખૂબ જ નામના મેળવી ઘણી બધી ફિલ્મોમાં તેઓ અરવિંદ ત્રિવેદી રણજીત રાય નરેશ કનોડીયા જેવા સુપરસ્ટાર અભિનેતા સાથે દમદાર અભિનય થકી ખુબ.
લોકપ્રિયતા મેળવી જેટલી રાહ ફિલ્મોમા મુખ્ય અભિનેતા ની રહે એનાથી વધારે રમેશ મહેતા ની લોકોને રાહ રહેતી તેમનો ડાયલોગ ઓ હો હો કયા ગામના ગોરી આજે પણ એક સભારંણુ બની ને રહી ગયું રમેશ મહેતા એ 11 મેં 2012 રાજકોટ માં લાંબી બીમારી બાદ 78 વર્ષ ની ઉંમરે અંતિમ શ્વાસ.
લીધા રમેશ મહેતા ની ખોટ આજે કોઈ પણ પૂરી કરી શકે નહીં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ ઉમદા હાસ્ય કલાકાર હોય તો તે એકમાત્ર રમેશ મહેતા હતા વાંચક મિત્રો તમે પણ જો રમેશ મહેતા ના ફેન છો તો આ પોસ્ટને એક લાઈક અને એક શેર કરીને રમેશ મહેતાને શ્રદ્ધાંજલિ જરૂર આપજો.