અભિનેત્રી અને કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત અને આદિલ અંગે તો તમે જાણતા જ હશો.થોડા મહિના પહેલા આ બંનેના અફેરની ખબર સામે આવી હતી.
એટલું જ નહિ અફેર ની ખબર બાદ થોડા સમયમાં બંનેએ અચાનક લગ્ન એટલે કે નીકાહ કરી લીધા હોવાનું પણ જાણવા મળ્યું હતું.સાથે જ નિકાહ બાદ રાખી સાવંતે પોતાનો હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મનો સ્વીકાર કર્યો હતો એ પણ તમે જાણતા હશો.
જે બાદ રાખી સાવંતના પતિ પર ઘરેલુ હિંસાના આરોપ,આદિલનું જેલ જવું આ તમામ ખબરો કોઈ 5જી સ્પીડમાં મીડિયામાં આવી અને જતી રહી.જે બાદ હાલમાં આદિલના જેલ બહાર આવતા જ આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
લગભગ ૬ મહિના બાદ જેલ બહાર આવેલા આદિલે રાખી સાવંત અંગે મીડિયા સમક્ષ અનેક આરોપ લગાવ્યા છે.
આદિલે મીડિયા સમક્ષ પોતાની ઓળખ આપતાં કહ્યું કે તે બિઝનેસ પરિવારમાંથી આવે છે અને એક મિત્ર દ્વારા તેની રાખી સાથે ઓળખાણ થઈ હતી.રાખી તેના વિશે જાણવા માંગતી હતી.તે શું બિઝનેસ કરે છે,કેવી રીતે રહે છે,સાથે જ તે મુસ્લિમ ધર્મ અંગે પણ જાણવા માંગતી હતી.
આદિલે જણાવ્યા અનુસાર રાખી તેને સામેથી નમાઝ પઢતા શીખવવાનું તેમજ તેના ધર્મના રિવાજ શીખવવાનું કહેતી હતી.આદિલે તેને મુસ્લિમ ધર્મ સ્વીકારવા ક્યારે પણ કહ્યું નથી.
મીડિયા સમક્ષ લગ્ન અંગે વાત કરતા આદિલે જણાવ્યું કે તે લગ્ન માટે તૈયાર ન હતો પરંતુ રાખી એ તેને દબાણ કર્યું હતું.રાખી એ કહ્યું કે પરિવારને જાણ ન થાય તે રીતે લગ્ન કરી લઈએ અને પછી તેમને જાણ કરીશું.જે બાદ લગ્ન થયા.જો કે લગ્ન બાદ રાખી મીડિયા માં અવારનવાર લગ્ન ન થયા હોવાનો દાવો કરતી હતી.