Cli
સુરતમાં અનોખા લગ્ન: જમાઈ ની જાન લઈને સસરા માડંવે પહોચ્યા, સાસરીયા ને પિયર પક્ષ બની કન્યાદાન કર્યું, જુઓ...

સુરતમાં અનોખા લગ્ન: જમાઈ ની જાન લઈને સસરા માડંવે પહોચ્યા, સાસરીયા ને પિયર પક્ષ બની કન્યાદાન કર્યું, જુઓ…

Breaking

સુરતમાં ખૂબ જ અનોખા લગ્ન જોવા મળ્યા હતા જેને દીકરી અને દીકરા માં ભેદભાવ રાખતા આ સભ્ય સમાજને અનોખો દાખલો આપ્યો છે જમાઈ ની જાન લઈને સસરા માંડવે આવ્યા તો સાસરીયા પક્ષના લોકોએ દિકરીને પિયરીયા બનીને કન્યાદાન કર્યું તો કન્યાના જેઠે મોટા ભાઈ બનીને જવ તલ હોમ્યા સમગ્ર.

અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રના બલેલ પીપળીયા ના વતની અને સુરતના વરાછામાં રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ દુધાતના હાર્દિક ના લગ્ન કુકાગામના વતની લાલજીભાઈ ઠુમર નિ દિકરી મહેશ્વરી સાથે યોજાયા હતા મહેશ્વરી ના માતા પિતા વાલજીભાઈ અને ભાવનાબેન ને માત્ર સંતાનમાં દીકરી જ હતી સંતાનમાં તેમનો દીકરો નહોતો.

જેના કારણે તેઓ દીકરાને પરણાવવાના અભરખા રાખતા હતા બીજી તરફ વરરાજા ના માતાપિતા રમેશભાઈ અને કિરણબેન ને દીકરી નહોતી જેના કારણે બંને પરિવારજનોએ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પોતાના પુત્ર હાર્દિક ની થનાર પત્ની મહેશ્વરીને પુત્રી સમજીને કન્યાદાન.

આપવામાં આવ્યું તેમજ જમાઈ હાર્દીક ને દિકરો ગણીને જાનમાં જોડાઈ ને કન્યાના પિતા માડંવે પહોચ્યા હતા આ મામલે સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજી ભાલાળા એ જણાવ્યું હતું કે સમાજ હવે બદલી રહ્યો છે બંને પરિવારોએ સમાજને એક નવી દિશા સુચવી છે અને વહુને દીકરીની જેમ સાચવવા માટે.

પરિવારે શપથ લીધા છે જેના માટે પરિવારજનોને હું લાખ લાખ વંદન કરું છું વેલેન્ટાઈન ડે ના દિવસે યોજાયેલા આ લગ્ન સુરતમાં ચર્ચાસ્પદ બન્યા હતા લોકોએ આ બંને પરિવારોની ખૂબ પ્રશંસા કરી હતી જેઠ એક મોટાભાઈ બનીને જવ તલ હોમી રહ્યા હતા તો કન્યા ના પિતા વરઘોડામાં નાચતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *