જ્યાં એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને સુરક્ષા હેતુસર હેલમેટ પહેરવાની અપીલ કરવામાં આવી છે. હેલમેટ અંગે વાહનચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.
ત્યારે બીજી તરફ રંગીલા રાજકોટમાં એક સિનિયર સિટીઝન ફરજિયાત હેલમેટ પહેરવાનાં કાયદાનો અનોખી રીતે વિરોધ કરતા નજરે પડ્યા. માથે તપેલી પહેલી તેનાં પર ‘હેલમેટ હટાવો’ લખી વિરોધ કરતા કાકાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot ) હેલ્મેટની ફરજિયાત અમલવારી સામે એક સિનિયર સિટીઝન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજકોટનાં બુખારીભાઈ હેલમેટની જગ્યાએ માથે તપેલી પહેરીને વાહન ચલાવતા નજરે પડ્યા. તેમના હેલમેટ પર ‘હેલમેટ હટાવો’ (Helmets Rules) લખેલું હતું. જ્યાં આ અંગે કાકાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘અકસ્માત આપણી બેદરકારીથી થાય છે. વાહન ચલાવતા સમયે સ્ટંટ કરવા કે સીન-સપાટા કરીએ ત્યારે અકસ્માત સર્જાય છે. આપણે શાંતિથી વાહન ચલાવીએ તો અકસ્માત સર્જાય જ નહીં.’
ફાયદો થાય પણ નથી હેલમેટથી અકસ્માત થાય પણ એ તો આપણી બેદરકારીથી થાય આપણે સીન સપાટા કરીએ તો થાય ને અકસ્માત આપણે શાંતિથી વય જાવું હોય તો અકસ્માતનો સવાલ જ નથી આવતો તમારે સ્ટંડ કરવા છે અને નખરા કરવા છે
તો અકસ્માત થવાના જ છે કે સીટીની અંદરમાં હેલમેટ ના હાલે ના હાલે ના હાલે સીટીમાં ના હાલે આ કાયદો હાઈવે ઉપરે રાખેલો છે પણ હાઈવે ઉપરે આનો અમલ નથી થતું હાઈવે ઉપર પોલીસ વાળાએ તમને રોક્યાને પોલીસવાળે મને કોઈએ નથી રોક્યા રહ્યા ચોકડીએ પોલીસવાળા ઊભા તા એકેય મને કાઈ નથી બોલ્યા પેરવાની જ નહી કોઈ હેલમેટ પેર્યા નહી કોઈ પેર્યા નહી હેલમેટ
અરે કિશોર કાકા અને રાજકોટના નાગરિકોને હું વિનંતી કરું છું કે હેલ્મેટનો બહિષ્કાર કરે હવ કોઈ હેલ્મેટ પહેર્યા નહી તમારા છોકરાઓને કઈક ભાગ લઈ દો આ તમને જે થાશે ભલે જવા દયો વાંધો ન જવા દયો હાલો આવજો 2019 મુંબઈમાં વાહ દાદા વાહ હા