નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે જેની શરૂઆત આજથી છૂટા છવાયા સ્થળો પર થઈ જશે કઈ તારીખથી કઈ તારીખ સુધી વરસાદનું જોર રહેવાનું છે કઈ સિસ્ટમના કારણે વરસાદ આવવાનું છે સિસ્ટમ ક્યાં પહોંચી છે અને ચોમાસાની વિદાય શું કહી રહી છે આ બધા જ મુદ્દાઓ પર વાત કરીશું
સૌથી પહેલા વાત કરી લઈએ સિસ્ટમ પર બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમના કારણે રાજ્યની અંદર ગુજરાતની અંદર વરસાદ આવવાનો છે 15 તારીખ થી ૧૮ તારીખનો એક રાઉન્ડ એવો હશે કે જ્યાં સૌરાષ્ટ્ર દક્ષિણગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે અને એની સાથે સાથે ચોમાસાની વિદાય છે
એની પણ શરૂઆત થઈ જશે આવતા 24 કલાકની અંદર એટલે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી અહીંયા એ હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અને હવે આ વિસ્તારની અંદર છે અને ત્યાંથી એ મહારાષ્ટ્રમાં આવશે મહારાષ્ટ્ર તરફ આવશે ત્યારથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર એની અસર થશે અને પછી જેમ નજીક આવશે ધીમે ધીમે એટલે એની અસર છે ઓલ ઓવર ગુજરાત પર થશે અને મીનવાઈલ આવતા 24 કલાકની અંદર પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસાનીવિદાયની પણ શરૂઆત છે એ થઈ જશે એટલે નવરાત્રીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ વરસાદ આવવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે
એટલે ચોમાસાની વિદાય પણ થશે અને વરસાદ પણ આવશે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે એના કારણે એ સિસ્ટમ એટલી બધી ભયાનક કેટલી બધી ભાર ભારે નહી હોય કે જેના કારણે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપવું પડે છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે ગુજરાતના 40% જેટલા વિસ્તારો એવા હશે કે જ્યાં એ સિસ્ટમના કારણે વરસાદ પડશે આજનો દિવસ આમ તો ગઈકાલથી અમરેલી આસપાસના વિસ્તારોમાં દક્ષિણ સૌરાષ્ટ્ર આસપાસનો જે વિસ્તાર છેદક્ષિણ સૌરાષ્ટ્રનો ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હવે વિન્ડીમ શું કહી રહ્યું છે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો એની સાથે સાથે જામનગર દ્વારા દ્વારકાના અમુક વિસ્તારો છે જૂનાગઢના અમુક વિસ્તારો છે વલસાડ તાપી આસપાસના સુરત આસપાસના વિસ્તારો છે જ્યાં વરસાદ પડી શકે દાહોદ આસપાસનો અમુક વિસ્તાર એવો છે કે
જ્યાં છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે. એની સાથે સાથે જેમ સમય આગળ જશે એમ એમાં પરિવર્તન આવશે અને પછી સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ઉના જુનાગઢ આસપાસનો જે વિસ્તાર છેત્યાં વધારે વરસાદ પડશે. આજના દિવસમાં એવું વિંડીનું મોડલ દેખાડી રહ્યું છે અને વલસાડ દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાપી સુરત આસપાસનું જે વિસ્તાર છે ત્યાં આજના દિવસે એટલે જે સિસ્ટમ આગળ આવી છે લો પ્રેશર વાળી એ લો પ્રેશર વાળી સિસ્ટમની અસર છે એના કારણે તાપી છે વ્યારા છે સુરત છે વલસાડ છે ડાંગ છે દીવ દમણ છે બધા જ વિસ્તારોમાં વરસાદ છે આજના દિવસે એની સાથે ભાવનગર બોટાદ છે રાજકોટના જામનગરના અમુક વિસ્તારો છે સલાયાત ભાણવડ આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડશે સૌથી વધારે વરસાદ છે એ મહુવા ઉના છે વેરાવડ છેગીરસોમનાથ છે જૂનાગઢ છે અમરેલી આજે દક્ષિણ સૌરાષ્ટ્રનો આ પટ્ટો છે ત્યાં વધારે વરસાદ પડે એવી શક્યતા છે એની સાથે ખંભાત આસપાસનો વિસ્તાર ત્યાં પણ વરસાદ ઉત્તર ગુજરાતમાં આજના દિવસે વરસાદની વિન્ડિંગ મોડલ નથી બતાવી રહ્યું
કોઈ સંભાવના એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજના દિવસે વરસાદ છે એ પડે એવી શક્યતા છે એની સાથે જેમ આગળ વધશે એટલે સિસ્ટમ જેમ જેમ નજીક આવતી જશે એમ નીચેનો જે વિસ્તાર છે મુંબઈ મહારાષ્ટ્ર આસપાસનો ત્યાં પણ એની અસર છે એ વધારે થશે મુંબઈ આસપાસના વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા છે પછી જેમ જેમ એમાં એનોજે ઘેરાવો આગળ વધતો જશે એમાં આજે આખો વિસ્તાર છે એ કવર થતો જશે વલસાડ આસપાસનો વિસ્તાર છે જ્યાં આવતીકાલે પણ વરસાદની શક્યતા વિન્ડી મોડલ દેખાડી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર છે જુનાગઢ છે ઉના છે એ બધા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે
વિન્ડી દેખાડી રહ્યું છે અને ત્યાર પછી ધીમે ધીમે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં અને પછી વાત કરીએ 16 તારીખની તો 16 તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કચ્છ બનાસકાંઠા પાલનપુર જેવા વિસ્તારો છે કે જ્યાં બહુ જ ભારેવરસાદની શક્યતાઓ નથી પણ આ સિસ્ટમ જેમ નજીક આવશે એમ 15 તારીખથી 18 તારીખની વચ્ચે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગનું જે ન્યુમેરિક મોડલ છે એ શું શું કહી રહ્યું છે કેટલા દિવસ સુધી અને સિસ્ટમ કઈ રીતના આગળ વધશે તો આ 14 તારીખ આજના દિવસે તમે જોઈ શકો છો
આ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ છે અને એનું ઘેરાવો અહીંયા સુધી છે એટલે મહારાષ્ટ્ર મુંબઈ આસપાસના વિસ્તારમાં એની અસર છે એ થઈ રહી છે અને એના કારણે આપણે ત્યાં ગઈકાલથી અમુક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે. હવેસિસ્ટમ જેમ આગળ વધશે એમ એની વધારે અસર થતી જશે એટલે આ 15 તારીખ છે 15 તારીખે સિસ્ટમ થોડી આ તરફ આવી છે ગુજરાત તરફ એટલે આ એનો ઘેરાવો છે અને પછી દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો દક્ષિણ ભાગ છે ત્યાં વધારે વરસાદ આવે એવી શક્યતા વર્તાઈ રહી છે અને સાથે 16 તારીખે સિસ્ટમ વધારે નજીક આવશે અને પછી આ 17 તારીખ છે
ત્યાંથી થોડી ઉપર જાય એવી અત્યારે હવામાન વિભાગનું મોડેલ બતાવી રહ્યું છે અને પછી ધીમે ધીમે એ નજીક આવશે એટલે 15 તારીખથી 18 તારીખનો સમયગાળો એવો છે કે જ્યાં ગુજરાતની અંદર ભારે વરસાદ પડે એ સમયગાળા દરમિયાન એવીશક્તિ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી પણ 19 તારીખ આસપાસ પણ એ સિસ્ટમ જેવી આગળ નીકળશે એટલે કચ્છના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડે એવી શક્યતા છે હવામાન વિભાગ છે એ રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી રહ્યું છે હવામાન વિભાગ કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું એલર્ટ આપી રહ્યું છે
એ પણ જોઈ લઈએ હવામાન વિભાગની આ આગાહી છે પૂર્વાનુમાન એક સપ્તાહનું હવામાન વિભાગ કરતું હોય છે અને એમાં 19 તારીખ સુધીની તો આગાહી કરવામાં આવી છે 14 તારીખ છે 14 તારીખે ભરૂચ આસપાસના વિસ્તાર છે વડોદરાથી લઈ અને એના નીચેનો જે આખો પટ્ટોછે વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ એ જે પટ્ટો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે આજે 15 થી 18 તારીખની વચ્ચેનો જે વરસાદ આવવાનો છે તોફાની વરસાદ હશે એવું પણ કહેવાશે એવું પણ કહેવાઈ રહ્યું છે
અત્યારે એવી પણ આગાહી હવામાન નિષ્ણાંતો કરી રહ્યા કેમ કે એ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે એની સાથે પવન ફૂંકાવાની પણ આગાહી છે બાકી કચ્છથી લઈ અને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રનો આખો ભાગ અને આણંદ પંચમહાલ દાહોદ સુધીનો જે પટ્ટો છે એ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજસાથે વરસાદ પડે એવી શક્યતા છે 15 તારીખે વરસાદનું સ્વરૂપ છે બદલાશે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અને અમદાવાદ અને આ બાજુ દેવભૂમિ દ્વાર મોરબી સુરેન્દ્રનગરથી લઈને બાકી આખો સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે
ત્યાં હડવોથી મધ્યમ વરસાદ પડે કચ્છમાં વરસાદની બહુ જ સંભાવનાઓ નથી વડોદરાથી લઈ અને દમણ વલસાડ સુધીનો જે વિસ્તાર છે ત્યાં ઘણા બધા સ્થળો એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડે એ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં એવી શક્યતા છે સેમ 16 તારીખે પણ એ જ પ્રકારની આગાહી છે વડોદરાથી લઈનેવલસાડ સુધી દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડશે સુરત તાપી ડાંગ નવસારી આસપાસના વિસ્તારોમાં એવી આગાહી છે એની સાથે સૌરાષ્ટ્રમાં થોડોક એના કરતાં વધારે વરસાદ પડે અને પછી જે તમે આ પેરોટ કલરમાં જોઈ રહ્યા છો
કચ્છ બનાસકાંઠા પાટણ એ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે આ અઠવાડિયાનું એક સપ્તાહનું પૂર્વાનુમાન છે જેમ સિસ્ટમ નજીક આવશે એમ હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે એમાં પણ પરિવર્તન આવશે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું 17 તારીખમાં પણ એ જ પ્રકારની આગાહી છે અને 18 તારીખે ફરી પાછું વરસાદનું જોર છે એ ઘટશે અને વડોદરાથી લઈ અને વલસાડ સુધી સુધી અનેઆ તરફ દક્ષિણ આ તરફ સૌરાષ્ટ્રની અંદર માફ કરશો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે હળવોથી મધ્યમ પ્રકારે અને કચ્છ અને બાકી બધા જે વિસ્તાર છે ગુજરાતના ત્યાં વરસાદ છે એ એના કરતાં ઓછો રહેશે
એ પ્રકારની આગાહી 19 તારીખ સુધીનું આ પૂર્વાનુમાન છે 18 અને 19 તારીખે સેમ આગાહી છે 14 તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડે મેઘ ગર્જનાની આગાહી છે મેઘ ગર્જનાની ચેતવણી છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાય એ પ્રકારનીશક્યતા છે અને એ આગાહી 16 તારીખ સુધી હવામાન વિભાગે કરી છે એ પૂર્વાનુમાન અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ લો પ્રેશરમાં છે એ બહુ જ વધારે આક્રમક સ્વરૂપ લઈને ગુજરાત તરફ આવે
એવી કોઈ શક્યતાઓ અત્યારે વર્તાઈ નથી રહી વધારેમાં વધારે એ સાઇક્લોનિક સર્ક્યુલેશન બને એવી શક્યતાઓ ઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ જેમ અપડેટ આપતું રહેશે હવામાન નિષ્ણાંતો જેમ અપડેટ આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું તમારા ગામ વિસ્તાર જિલ્લામાં કેવો માહોલ છે તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડો જેથી અમને ખ્યાલ આવે આગાહીઓ જેપ્રમાણે આવી રહી છે એ પ્રમાણે તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કે નહીં અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર