ભગવાન રામ દેશભરની કેટલીયે સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ પાત્રો માંથી એક છે જેમને પર્દા પર દર્શાવવા માટે કેટલીયે ફિલ્મો બની છે જેમાંથી હાલમાં સાઉથની આદિપુરુષ ફિલ્મ ચર્ચામાં છે જેને ઓમ રાઉત ડાયરેક્ટર કરી રહ્યા છે ફિલ્મમાં સાઉથના સ્ટાર પ્રભાસ ભગવાન રામ ઉર્ફે રાઘવનું પાત્ર નિભાવશે અને એમના ફેન્સને ખુબ આશાઓ છે.
આદિપુરુષ દ્વારા પ્રભાસ પહેલીવાર રામનું પાત્ર નિભાવશે પરંતુ આ ફિલ્મ દ્વારા પ્રભાસ સૌથી મોંઘુ પાત્ર ભજવનાર એક્ટર બની જશે જેમણે આદિપુરષ ફિલ્મમાં આ પાત્રને નિભાવવા માટે 150 કરોડનો મોંઘો ચાર્જ લીધો છે જણાવી દઈએ આદિપુરષ ફિલ્મ મહાકાવ્ય રામાયણથી પ્રેરતી બનાવામાં આવી છે.
આદિપુરુષ ફિલ્મ 12 જાન્યુઆરી 2023 ના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મને અલગ અલગ ભાષઓમાં ડબિંગ કરવામાં આવશે ફિલ્મમાં પ્રભાસને શ્રી રામના પાત્રમાં જોવા મળશે જયારે આ ફિલ્મમાં એક્ટર સૈફ અલી ખાન રાવણનું પાત્ર નિભાવશે જણાવી દઈએ આની પહેલા ભગવાન રામની ભૂમિકામાં પણ કેટલાક સ્ટાર જોવા મળી ચુક્યા છે.