હાલમાં પોરબંદરના યુવાન યુવતીઓમાં જાણે દેશનું અને પોતાના ગામનું નામ રોશન કરવાની હરીફાઈ લાગી હોય તેવું જોવા મળી રહ્યું. હાલમાં પોરબંદરના યુવાન અને યુવતીઓ એક બાદ એક ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી પોરબંદરનું નામ ઉજાગર કરતા જોવા મળી રહ્યા છે.હાલમાં થોડા દિવસ પહેલા જ પોરબંદરની એક કોલેજમાં અભ્યાસ કરતી અને પોરબંદરની રહેવાથી એવી મહેશ્વરી જાડેજા નામની ૨૦ વર્ષીય યુવતીએ દેશની અગ્નિવીર યોજનામાં પસંદગી પામીને ગુજરાતભરમાં પોરબંદર નો ડંકો વગાડ્યો છે .
જે બાદ હાલમાં પોરબંદરના યુવાનોએ પોતાની મહેનતથી રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પોરબંદરનો ડંકો વગાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. મતી માહિતી અનુસાર પોરબંદરના કેટલાક યુવાનોએ હાલમાં જ સ્કેટિંગની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી પોરબંદરનું નામ રોશન કર્યું છે.
વિગતે વાત કરીએ તો હાલમાં જ હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે તાજેતરમાં સંયુક્ત ભારતીય ખેલ ફાઉન્ડેશન દ્વારા નેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ટુર્નામેન્ટની સ્કેટિંગની ગેમમાં પોરબંદરના ચાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. રુદ્ર વાંદરીયા, રક્ષિત જાડેજા, શૌર્ય મસાણી અને દર્શિલ પાણખણીયાએ ૫૦૦ અને ૧૫૦૦ મીટર રેસમાં ભાગ લીધો હતો. જે બાદ રુદ્ર વાંદરીયા અને રક્ષિત જાડેજા એ ભવ્ય જીત સાથે બે ગોલ્ડ મેડલ તેમજ શૌર્ય મસાણીએ સિલ્વર અને દર્શિલ પાણખણીયાએ ગોલ્ડ અને સિલ્વર બે મેડલ મેળવ્યા હતા.
જણાવી દઇએ કે ગત નવેમ્બર મહિનામાં સુરત ખાતે યોજાયેલ ઓપન નેશનલ સ્કેટિંગની સ્પર્ધામાં પણ આ તમામ ખેલાડીઓ ભાગ લીધો હતો અને ભવ્ય જીત મેળવી હતી. વાત કરીએ ખેલાડીઓની તાલીમ અંગે તો પોરબંદરમાં મહિલા કોચ શબાના ખાન પઠાણ દ્વારા ખેલાડીઓને ચોપાટી ખાતે બનાવેલ ગ્રાઉન્ડ પર નિયમિત સ્કેટિંગની તાલીમ આપાવામાં આવે છે.