Cli
popatbhai dadima

પોપટભાઈ આહીરના લગ્ન પર તેમના દાદીએ ગાયું લગ્ન ગીત, ભાવુક બનેલા કાકીમાંની આંખોમાં આવ્યા આંસુ…

Story

ગુજરાતીઓના લગ્ન અને લગ્ન ગીતો વિશે તો તમે સાંભળ્યું જ હશે. ગુજરાતીઓના લગ્નમાં એક સમયે ડીજે વિના ચલાવી શકાય પરંતુ લગ્ન ગીતો વિના નહિ. તેમના લગ્ન ગીતોમાં વાપરવામાં આવતી ગામઠી ભાષા, તેનો લહેકો અને તેમાં રહેલી લાગણીઓ લગ્નની મજાને બમણી કરી દેતા હોય છે.

આ જ કારણ છે કે દરેક ગુજરાતીઓના લગ્નમાં પરિવારની મહિલાઓ દ્વારા લગ્નગીત ગાવામાં આવતા હોય છે. હાલમાં આવા જ લગ્ન ગીતોનો એક વીડિયો પોપટભાઈ આહિરના ઘરેથી સામે આવ્યો છે. એ તો તમે જાણતા જ હશો કે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને રસ્તે રઝળતા લોકોની સેવા કરતા પોપટભાઈ ફાઉન્ડેશનના સ્થાપક પોપટભાઈ આહીરે હાલમાં જ જીવનની નવી શરૂઆત કરી છે. તેમને પોતાની મંગેતર પાયલ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે.

જો કે એક તરફ હાલમાં તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ પોપટભાઈ ના લગ્ન પહેલાંના કેટલાક વિડિયો પણ સામે આવી રહ્યા છે. હાલમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોપટભાઈ આહીરના દાદી લગ્ન ગીત ગાતા જોવા મળી રહ્યા છે.લગભગ ૮૫ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા પોપટભાઇના દાદી લીલુડી ધોડીએ વાળું લગ્ન ગીત ગાતાં જોવા મળી રહ્યા છે.જેમાં પોપટભાઇના મમ્મી પણ તેમને સાથ આપતા જોવા મળી રહ્યા છે. જે બાદ તેમના મમ્મી આટલા રે લાડ તમને કોણે લડાવ્યા લગ્નગીત ગાતા જોવા મળી રહ્યા છે. જોકે પોપટભાઈ આહીરના મમ્મી આ લગ્ન ગીત કરતા કરતા રડી પડ્યા હતા.

આ ઉપરાંત તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, પોપટભાઈ આહીર ના મમ્મી અને તેમના દાદી એક સામાન્ય માતાની જેમ જ પોતાના દીકરાને લગ્ન સમયે બહાર ન રખડવાની સલાહ આપતા પણ જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *