બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા પાછલા કેટલાય દિવસોથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં જોવા મળી રહી છે. એ તો તમે જાણતા જશો કે પાંચ લાખ કેટલાય મહિનાઓથી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના અફેરની ખબરોએ જોર પકડ્યું હતું .જે બાદ હાલમાં તેમના લગ્નની ખબરો સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી સિંહા તેના બોયફ્રેન્ડ ઝહીર સાથે 23 જૂને લગ્ન કરવાની છે.
જો કે બંનેના લગ્નને લઈને જે રીતે પરિવારના સભ્યોના નિવેદન સામે આવી રહ્યા છે તે જોતા પરિવારના સભ્યો અલગ નથી ખુશ ન હોય તેવું લાગી રહ્યું છે થોડા દિવસો પહેલા જ શત્રુઘ્ન સિંહાએ સોનાક્ષીના લગ્નની વાત કરતા મીડિયામાં જણાવ્યું હતું કે તેમણે પણ તેટલી જ ખબર છે જેટલું તેઓ ન્યુઝમાં જોવે છે. આજના દીકરા દીકરી કશું પૂછતા નથી.
સોનાક્ષીના પિતાના આ નિવેદન બાદ ભાઈ લવ સિંહાનું પણ આ અંગે એક નિવેદન સામે આવ્યું છે. ઇ ટાઈમ્સ દ્વારા લવને સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું હું મુંબઈની બહાર છું, જો આ અત્યારે છાપાઈ રહેલી ખબરો વિશે છે તો મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી, મારું આમાં કોઈ ઇનવોલમેંટ નથી.
આમ કહી લવ બહેન સોનાક્ષીના લગ્નથી કિનારો કરતા જોવા મળ્યા.જો કે ખબરોનું માનીએ તો લોકસભા ચૂંટણીને કારણે લગ્ન પાછા ઠેલાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.