વડોદરાના એક રહેવાસી જેની પરિસ્થિતિ હમણાં ખૂબ જ ખરાબ છે તેમનું નામ છે બીરેનભાઈ તેમના પરિવારમાં એક છોકરો છે અને તેમના પત્ની તેમને 13 વર્ષે છોકરા સાથે છોડીને છૂટાછેડા લઇ લીધા હતા ત્યારબાદ છોકરાના ની પરવરીશનો પૂરો ભાર બીરેનભાઈ પર આવ્યો બીરેનભાઈએ હાર ન માની તે જે કામ મળતું તે કરતા તે સીવણ કામમાં ખુબ જ કુશળ છે પરંતુ કોરોનાના કારણે તેમની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની અને હવે તેમના ઘરે ખાવા માટે પણ પૈસા ન હતા અને તેમને સપોર્ટ કરવા માટે પણ કોઈ ન હતું.
તેમનું કહેવું છે કે હું પેહલા નાનો હતો ત્યારથી જ મારા પાસે કોઇ સપોર્ટ કરવાવાળું ન હતું પહેલા હું ત્રણ વર્ષ ચાઇની લારીમાં કામ કરતો હતો ત્યારબાદ ૧૨ વર્ષ થઈ ગયા સીવણ કામ ચાલુ કર્યું છે પરંતુ હવે છોકરાની પરવરિશનો ભાર આવ્યો છે તેને હું ત્રણ વર્ષથી સ્કૂલમાં મોકલી નથી શકતો કારણ કે મારા પાસે ફી ભરવાના પણ પૈસા નથી હું 1 ટાઈમ પણ એને ખવડાવી નથી શકતો મારા પાસે એટલા પણ પૈસા નથી કે હું રાશન પર લાવી શકું ના ઘરમાં ચૂલો છે ના કોઈ સાધન જેમાં હું કઈ પકાવી શકું આ ઘર અમે રેન્ટ પર લીધો છે પરંતુ હવે મને આ ઘરથી જવું પડશે કારણ કે મારા પાસે પૈસા નથી કે હું આપી શકું હવે શોધ ચાલી રહી છે કોઈ નાનકડા ઘરની ઝુંપડા જેવું હશે તો પણ ચાલશે.
પોપટભાઈ ફાઉન્ડેશને તેમની મદદ કરવા માટે તેમને છ મહિનાનું રાશન ભરાવી આપ્યું અને ચૂલો અને ગેસ જે વસ્તુઓની તેમને જરૂર હતી તે આપ્યાં અને કેશ આપ્યા જેથી તેમનું ગુજરાન ચલાવી શકે અને તેના છોકરાને તબિયત વાર વાર ખરાબ થઈ જાય છે તે માટેની સારવાર માટે પૈસા આપ્યા અને છોકરાની ભણતર માટે શિક્ષણની શોધ ચાલુ કરી છે.
આ મદદ અમેરિકાના એક ગુપ્ત રહેવાસી દ્વારા કરવામાં આવી છે ખરેખર તેમને વંદન છે જે જાણતા ન હોવા છતાં પણ લોકોને મદદરૂપ થઇ રહ્યા છે ભગવાન તેમને ૧૦૦ વર્ષની ઉંમર આપે અને તેમનું કહેવું છે કે મહેનતુ લોકોને અમે હંમેશા મદદ કરીશું જેમના પાસે કળા છે જે મહેનત કરવાથી હાર નથી માનતા એમના માટે જ આ ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે તેમના આ ઉત્તમ વિચાર આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ.