Cli
paresh ravale aavu kahyu

શાહરૂખના પુત્ર આર્યન કેસમાં પરેશ રાવલે તોડ્યું મૌન અને કહ્યું બાળકોએ આવું…

Bollywood/Entertainment

પાવડર કેસમાં પકડાયેલ શાહરુખ ખાનનો પુત્ર આર્યનને મુસીબતો ઓછી થવાનું નામ નથી લય રહી ત્યારે પિતા શાહરુખ એમના પુત્રને જમીન મળે તે માટે લગાતાર મહેનત કરી રહ્યા છે છતાં આર્યનને હજુ સુધી જમીન મળ્યા નથી તમને જણાવી દઈએ કે આર્યને તારીખ 2ઓક્ટોમ્બરના રોજ ચાલી રહેલી પાવડર પાર્ટીમાં ધરપકડ કરી હતી.

આર્યનના વકીલોના લગાતાર પ્રયાસો થઈ રહ્યા છે કે એમને જામીન મળી જાય પરંતુ હજુ 20ઓક્ટોમ્બર સુધી હવે જેલની હવા આર્યને ખાવી પડશે આર્યનની ધરપકડ બાદ શાહરુખ પરિવાર ઉપર આફતો ઓછી થવાનું નામ નથી લઈ રહ્યી ત્યારે શાહરૂખના સપોર્ટમાં બોલીવુડની કેટલીયે સેલિબ્રિટીઓ આવી છે આ કેસ મામલે આજે પરેશ રાવલે પણ એમનું બયાન આપ્યું છે.

આર્યનખાન કેસમાં પોતાનું મૌન તોડતા બોલિવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં નવભારત ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે બાળકોએ તેમના પિતા વિશે વિચારવું જોઈએ તેઓ જે પ્રકારનું કામ કરી રહ્યા છે તેના કારણે તેના પરિવાર અને ખાસ કરીને તેના પિતાને કોઈપણ રીતે અસર ન થવી જોઈએ.

અભિનેતાએ ઇન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે બાળકોનો સારો ઉછેર દરેક માતાપિતાની ફરજ છે પરંતુ તમે તેમના જીવનને નિયંત્રિત કરી શકતા નથી જ્યારે તેઓ મોટા થાય છે અને યુવાન બને છે તેમનું જીવન પોતાના અનુસાર જ ચાલતા હોય છે વધુમાં કહે છે બાળકોએ વિચારવું જોઈએ કે મારા પિતાએ કેટલું નામ કમાયું છે આપણે એવું કામ ન કરવું જોઈએ કે બાપનું નામ બગડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *