કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય સ્પર્ધકો સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે ભારતને પહેલો મેડલ અપાવનાર મીરાંબાઈથી શુભ શરૂઆત થઈ હતી અત્યારે દેશને આપણા સ્પર્ધકોએ અલગ અલગ ક્ષેત્રમાં મેડલ અપાવી રહ્યા છે હવે કોમનવેલ્થ ગેમમાં કુતીબાજો પોતાનું અલગ પ્રભુત્વ જમાવી રહ્યા છે કુસ્તીબાજ ઈવેન્ટના.
પહેલા જ દિવસે આપણા પહેલવાનોએ સારું પ્રભુત્વ જમાવ્યું છે એક જ દિવસમાં 3 ગોલ્ડ મેડલ સહિત 6 મેડલ જીતીને ભારતે સાબિત કર્યું કે વિશ્વમાં ભારતનો કુસ્તીમાં ડંકો વાગે છે કુસ્તીમાં રેસલર બજરંગ પુનિયા દીપક પુનિયા અને સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અવાયું છે ભારત માટે અંશુ મલિકે સિલ્વર જ્યારે.
દિવ્યા કાકરાન અને મોહિત ગ્રેવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે બજરંગ પુનિયાએ કોમનવેલ્થ રેસલિંગની 65 કિગ્રા વર્ગમાં સેમિફાઇનલ મેચ 10-0થી જીતીને કેનેડાને હરાવ્યું હતું જયારે રેસલર દીપક પુનિયાએ ફ્રી સ્ટાઇલ રેસલિંગની 86 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં પાકિસ્તાની રેસલરને 3-0થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો.