હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ સીમા હૈદર વિશે તો તમે જાણતા જ હશો.પાકિસ્તાની પરણિતા માત્ર પબ્જી ગેમ પર યુવક સાથે ગેમ રમતા લાગણીના તાંતણે બંધાઈ અને ૩વર્ષમાં જ પતિ અને પરિવાર છોડી બાળકો સાથે ભારત આવી ગઈ.
હાલમાં આ કિસ્સાને લઈને એક તરફ સીમા પાકિસ્તાની જાસૂસ હોવાની આશંકા જતાવાઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાનમાં પણ સીમા ને લઈને બે મત પ્રવર્તી રહ્યા છે.
હાલમાં જ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કેટલાક પાકિસ્તાની સીમાને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે તો કેટલાક તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે.
હાલમાં પાકિસ્તાની મહિલાએ સીમા હૈદર નો પક્ષ લીધો છે.મહિલાનું કહેવું છે કે પતિ પત્ની વચ્ચે પ્રેમ ન હતો એવું ન કહી શકાય પરંતુ પતિ બહાર રહેતો હોય એવા સમયે જો સ્ત્રીને કોઈ બીજા વ્યક્તિ પાસેથી પ્રેમ મળે તો તે તેની પાસે જાય તે સ્વાભાવિક છે.
સાથે જ મહિલાએ પાકિસ્તાની યુવતીઓના ભારતીય યુવક સાથેના પ્રેમ વિશે વાત કરતાં જણાવ્યું કે પાકિસ્તાનમાં હવે કઈ જ બચ્યું નથી.અહી ગલીએ ગલીએ યુવકો ઇન્જેક્શન લઈને બેઠા હોય છે,પાકિસ્તાનમાં કોઈ ભવિષ્ય નથી.
જો કે સીમાના ધર્મ પરિવર્તન અંગે વાત કરતા મહિલાએ કહ્યું કે ધર્મ પરિવર્તન ખોટી બાબત છે અને હવે ગુલામ હૈદરે પણ સીમાને છોડી શાંતિથી જીવવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે ન માત્ર મહિલા પરંતુ પુરુષોનું પણ આ જ માનવું છે કે સીમા જો પ્રેમને માટે ત્યાં ગઈ હોય તો કઈ ખોટું નથી પરંતુ ધર્મ પરિવર્તન કરી લીધો હોવાથી જો હવે પરત આવે તો તેને મારી નાખવામાં આવશે.
બીજી તરફ વાત કરીએ સીમા વિશે તો તેનું કહેવું છે કે તેને પાકિસ્તાનને બદનામ નથી કર્યું તે હવે પાકિસ્તાનની દીકરી છે અને ભારતની વહુ છે.જો ભારત સરકાર તેને દેશમાં ન રાખવા ઈચ્છે તો જેલમાં રાખી શકે છે પરંતુ તે પાકિસ્તાન પરત નહિ જાય કારણ કે તે સચિનને પ્રેમ કરે છે.