તમને પાકિસ્તાનથી પ્રેમી માટે ભારત આવેલી સીમા હૈદરની કહાની તો યાદ હશે જ. પબ્જી ગેમ રમવા દરમિયાન સચિન નામના ભારતીય યુવાન સાથે પ્રેમ સંબંધ બાંધતા સીમા હૈદર નામની પરણિત મહિલા કોઈપણ વિઝા વિના પોતાના ચાર બાળકોને લઈ નેપાળના રસ્તે ભારત પહોંચી હતી.જે બાદ તેની અનેકવાર પૂછપરછ કરવામાં પણ આવી. તેના અનેક ઇન્ટરવ્યૂ પણ સામે આવ્યા હતા.
જો કે હાલમાં આ મામલો થોડો ઠંડો પડ્યો છે. પરંતુ આ મામલો ઠંડો પડતા જ અન્ય એક પ્રેમકહાની એ લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હાલમાં જ જવેરિયા ખાનમ અને સમીર ની પ્રેમકહાની સામે આવી છે અને આ કહાની સામે આવતા જ ચર્ચાનો વિષય બની ગઈ છે.
વાત કરીએ કોણ છે જવેરિયા ખાનુમ એ વિશે તો જવેરિયા કરાંચીની રહેવાસી છે. વિગતે વાત કરીએ તો, સમીર નામનો યુવક જર્મનીમાં અભ્યાસ કરતો હતો.થોડા વર્ષો પહેલા તે અભ્યાસ પૂરો કરી ભારત પરત ફર્યો હતો.ભારત પરત ફર્યા બાદ સમીરે તેની માતાના મોબાઈલમાં જવેરિયાના ફોટા જોયા હતા. સમીરના સંબંધીઓ પાકિસ્તાનમાં રહેતા હોવાથી તેની માતાના ફોનમાં જવેરિયાનો ફોટો હતો.
જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જવેરિયાએ પાંચ વર્ષથી વિઝા માટે અરજી કરી હતી પરંતુ મહામારીના કારણે વિઝા પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી. દેશમાં પરિસ્થતિ સામાન્ય થતા જવેરિયાએ ફરી આ પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ તેના જણાવ્યા પ્રમાણે તેના અરજી બે વાર રિજેક્ટ કરવામાં આવી હતી.
જોકે આટલી મુશ્કેલીઓ બાદ હાલમાં જવેરિયા અટારી બોર્ડર થી ભારત પહોંચી છે. તેને હાલમાં ૪૫ દિવસના વિઝા આપવામાં આવ્યા છે.ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનથી આવતી પ્રેમિકાને લેવા સમીર અને તેનો પરિવાર ઢોલ નગારા સાથે અટારી બોર્ડર પહોંચ્યો હતો.વાત કરીએ બંનેના લગ્ન અંગે તો એક ઇન્ટરવ્યૂ દરમિયાન સમીર અને જવેરિયા એ જણાવ્યું કે તેઓ જાન્યુઆરીમાં લગ્ન કરશે. સાથે જ સમીર કે જે ભારતના કોલકાતાનો રહેવાસી છે તેને કહ્યું કે લગ્ન બાદ તે ભારતમાં જ રહેશે.
જણાવી દઇએ કે જવેરિયા અને સીમા જે રીતે ભારત આવી છે તે જ રીતે અંજુ નામની ભારતીય યુવતી પાકિસ્તાન પણ પહોંચી હતી.જોકે હાલમાં જ અંજુ ભારત પરત ફરી હતી. આ તમામ કિસ્સાઓ પરથી કહી શકાય કે પાકિસ્તાન અને ભારત સરકાર વચ્ચે ભલે વિવાદ હોય પરંતુ બંને દેશોના લોકો વચ્ચે હજુ પણ પ્રેમ છે.