કાજલ અગ્રવાલ અત્યારે તેની પ્રેગન્સીના કારણે દરેક બાજુ છવાયેલ છે અત્યારે તેઓ એવા એવા કામ કરી રહી છે જેના લીધે તેઓ લોકોના દિલ જીતી રહી છે પરંતુ આ વખતે કાજલે એવું પગલું ભર્યું છેકે જેના વિશે દેશના દરેક વ્યક્તિએ જાણવું જોઈએ ખાસ કરીને મહિલાઓ ગર્ભવતી થયા બાદ બધું ક્રેડિટ ખુદને આપવા લાગે છે.
તેઓ કહે છેકે આ દરમિયાન બધી તકલીફો એમણે સહન કરી છે પરંતુ કાજલ અગ્રવાલે એવું બિલકુલ નથી કર્યું એમણે પતિ ગૌતમ કિચલુના નામે એક મસ્ત પોસ્ટ લખીને તેમનો આભાર માન્યો છે કાજલે આ પોસ્ટમાં લખ્યું છેકે એક યુવતી માટે સારો પતિ અને થનાર પિતા તમારો આભાર આટલા નિશ્વાર્થ હોવા માટે આભાર.
લગભગ દરેક રાત્રે જાગવા માટે ડોક્ટરને તરત જ મેસેજ કરવા માટે અને ક્યારેય ખોટું ન લગાડવા માટે હંમેશા એ સહાનુભૂતિ અપાવવા કે મને સારી રીતે ખવડાવાયું છે મારી દેખભાળ કરવા માટે અને અંતમાં મને પ્રેમ કરવા માટે તમારો ખુબજ આભાર આપણું બાળક આવ્યા પહેલા હું એવું ઇછું છુકે તમે એટલું જાણી લોકે તમે કેટલા અદભુત છો.
તમે એક અદભુત પિતા પણ હશો છેલ્લ આઠ મહિનાઓમાં મેં જોયું છેકે તમે સૌથી સારા પિતા બનશો મને ખબર છેકે તમે આવનાર બાળક સાથે કેટલા પ્રેમમાં છો તમે પહેલાથી જ કેટલું ધ્યાન રાખો છો અમારું જીવન ઝડપથી બદલવાનું છે અને હું તેના માટે તમારી બહુ આભારી છું કાજલે આ પોસ્ટમાં પતિ ગૌતમનો આભાર માન્યો છે.