ગુજરાતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોક સેવાના કાર્યો અનાથ બેસહારા માનસીક બીમાર ઘરડા નિરાધાર માં બાપ રસ્તા પર સુતેલા ભિક્ષુકો ની વારે આવીને એમની સ્થિતિ સુધારી પોતાના ચેરીટેબલ ટ્રસ્ટ સાથે એમની મદદ કરતા પોપટભાઈ આહીર તાજેતરમાં મહુવા પોતાની ટીમ સાથે આવી પહોંચ્યા હતા ત્યાં વિનુભાઈ ગોહીલ.
નામના એક ગરીબ વ્યક્તિ ના પરીવાર પાસે તેઓ પહોચ્યા મકાન ખુબ જર્જર હાલતમાં હતું વિનુભાઈ તેમની પત્ની અને તેમનો એક દીકરો ત્રણ વ્યક્તિ નો આ પરિવાર હતો જેમાં વિનુભાઈના પત્ની મૂંગા અને બહેરા હતા પોતાના હાથના ઈસારા થી તે વાત કરી રહ્યા હતા અને એક જ દીકરો હતો જે પણ માનસિક બીમાર હતો.
વિનુભાઈએ જણાવ્યું કે સાહેબ મારી પત્ની ઘેર રહે છે અને કામ કરે છે દીકરો માનસિક બીમારછે તે ઘરમાં જ રહે છે કામ કરવા જતો નથી હું એકલો જે મળે તે દાડી કરીને ઘરનું ગુજરાત ચલાવું છું લોકો સારા સારા કપડાં પહેરે છે પરંતુ અમારા નસીબમાં માત્ર એમને જોવાનુજ છે અમે દિવસો કાઢીએ છીએ આ દરમિયાન પોપટભાઈ એ તેમને.
અનાજ દેખાડવા કહ્યું તો વિનુભાઈ એ કર્મ થોડું ઘણું પડેલું અનાજ અને એક લીટર તેલની બોટલ દેખાડી અને કહ્યું કે સાહેબ એક લીટર તેલમાંથી એક મહિનો ચાલી જાય છે તો પોપટભાઈએ આશ્ર્ચર્યચકીત થઈને પૂછ્યું કે એક મહિનો તો વિનુભાઈએ કહ્યું હા એક મહિનો અમે ત્રણ લોકો આ એક બોટલમાંથી ચલાવીએ છીએ પોપટભાઈ આહીર સાથે ની.
એમની ટીમ એમને પોતાની ગાડીમાં બેસાડીને કરિયાણાની દુકાન પર લઈ ગયા અને ત્યાંથી એમને કહ્યું કે આપને જે જોઈએ તે લઈલો ઘઉં ચોખા મગ દાળ ચણાદાણ ના કટ્ટા સહીત એક તેલનો ડબ્બો સહીતની નાની મોટી સામગ્રી અપાવી ને તેમના ઘર સુધી છોડવા આવ્યા અને જણાવ્યું કે અમે તો માત્ર નિમિત્ત છીએ જે દર્શક મિત્રો છે એમના.
તરફથી ખૂબ પ્રેમ મળે છે આપના આ અનાજના દાતા છે દિપીકાબેન મિસ્ત્રી જેઓએ આપની સહાયતા કરી છે ભવિષ્ય માં આપને જો કાંઈ ચીજ વસ્તુની જરુર પડે તો આમને જણાવજો કહી પોપટભાઈ આહીરે લોકોને મદદરૂપ બનવા માટે જણાવ્યું અને જણાવ્યું કે આપની આજુબાજુ પર આવા લોકો જો જોવા મળે તો આપ તેમને જરૂર મદદ કરજો.