કોઈપણ માતાપિતા માટે પોતાના બાળકને તકલીફમાં જોવું બહુ જ કપરું હોય છે.માતા ગમે તેટલા ઊંચા પદ પર હોય કે કોઈ અભિનેત્રી પરંતુ પોતાના બાળકને તકલીફમાં જોઈ તેની આંખો ભીંજાઈ જાય તે સ્વાભાવિક છે.
હાલમાં આવું જ કંઈ થયું અભિનેત્રી બિપાશા બાસુ સાથે.બિપાશા બાસુ જેને થોડા મહિનાઓ પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો તેને હાલમાં જ દીકરીની મોડિકલ કંડીશન અંગે વાત કરી હતી.
હાલમાં જ અભિનેત્રી નેહા ધૂપિયા સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં જોડાયા બિપાશા બાસુ એ પોતાની દીકરી દેવી અંગે વાત કરી હતી.બિપાશાએ જણાવ્યું કે દેવીના હૃદયમાં બે કાણા હતા.તેને કહ્યું દેવીને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળે તે જરૂરી હતું.
ડોકટરે અમને દર મહિને સ્કેન માટે કહ્યું હતું જેથી સારવાર થઈ રહી છે કે નહિ તે જાણી શકાય ઓપરેશન માટે અમારે ત્રણ મહિના સુધી રાહ જોવાની હતી.જો કે આખરે અમે ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો. કરણ આ માટે તૈયાર ન હતી પરંતુ અભિનેત્રીને વિશ્વાસ હતો કે દીકરી હેમખેમ પાછી આવશે.
બિપાશાએ કહ્યું કે પોતાના નાના બાળકને સર્જરી માટે મૂકવું એ સૌથી અઘરું હોય છે પરંતુ દેવી હિંમતવાન છે.સાથે જ અભિનેત્રીએ કહ્યું કે દીકરીની સર્જરી સમયે પોતે બહુ જ ચિંતામાં હતી. પરંતુ હવે દેવી ઠીક છે.
લાઈવમાં અભિનેત્રીએ કહ્યું કે તે આ અંગે કોઈને જણાવવા માંગતી ન હતી.તેમને પરિવાર સાથે પણ આ અંગે ચર્ચા કરી ન હતી.પરંતુ ઘણી માતાઓએ તેમને આ સફર દરમિયાન મદદ કરી હોવાને કારણે તે આ વાત કહી રહી છે જણાવી દઇએ કે બિપાશાએ વર્ષ નવેમ્બર ૨૦૨૨માં દીકરીને જન્મ આપ્યો હતો.