સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા રહે છે એ વચ્ચે તાજેતરમાં એક વિડીયો ખૂબ જ વાયર થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ ગરીબ વ્યક્તિ જેમની ઉંમર આશરે 70 વર્ષથી વધારે હોય એવું પ્રતિત થાય છે તેઓ ને બે મહિલા પોલીસ કર્મચારી ડંડાથી ખૂબ જ માર મારી રહ્યા છે આ દરમિયાન વૃદ્ધ દાદા.
મહિલા પોલીસ કર્મચારીને પૂછી રહ્યા છે કે મારો વાંક શું છે મને શા માટે તમે મારી રહ્યા છો મારો ગુનો શું છે એ તો મને જણાવો પોતાના અધિકાર માટે સતત પૂછતા દાદા ને પોતાનું રોફ અને એટીટ્યુડ દેખાડવા માટે મારતી આ મહીલા પોલીસ કર્મચારીઓ ના પર આ વિડીઓ સામે આવતા લોકો ખુબ ગુસ્સે થઈ ને.
આ મહીલા પોલીસ કર્મચારી ને સસ્પેન્ડ કરવાની માગં કરી રહ્યા છે સમગ્ર ઘટના બિહાર ના કૈમુર જીલ્લાના ભભુઆ શહેર માંથી સામે આવી છે ભભુઆ વિસ્તારમાં માં આવેલા મંગલકારા પાસેનો આ બનાવ છે જેમાં મહીલા પોલીસ કર્મચારી સામાન્ય બાબતમાં જ વૃદ્ધ દાદા ને ફટકારવા લાગી હતી.
સમગ્ર ઘટના અનુસાર દાદા પ્રાઇવેટ સ્કૂલમાં એક શિક્ષકની નોકરી કરે છે તેઓ સ્કૂલેથી પાછા ફરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં ટ્રાફિક જામની સ્થિતિ હતી લોકોને અને બાળકોને રસ્તો પાર કરવો પણ મુશ્કેલ બન્યો હતો આ સમયે તેમને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી અને.
આ વાતચીતમાં બંને ઉગ્ર બનીને શિક્ષક દાદાને ફટકારવા લાગી હતી આ ઘટનાનો વિડીઓ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ એ આ મહીલા પોલીસ કર્મચારી ઓને સસ્પેન્ડ કરી છે સાથે ડીજીપીએ સિસ્ત માં રહીને પોલીસ કર્મચારીઓને નાગરીકો સાથે સારો વ્યવહાર કરવાની ફટકાર લગાવી છે.