કર્ણાટકમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાની ખાવાની આદતોથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ માણસ ભાત કે રોટલી જેવો સામાન્ય ખોરાક નથી ખાતો, પરંતુ એન્જિન ઓઈલ ગટગટાવીને જીવે છે. હા, આ સાચું છે…
એક માણસ જે એન્જિન ઓઈલ પર જીવે છે. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ વાયરલ થયા પછી તેની આ દાયકાઓ જૂની આદત સામે આવી છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા ત્રીસ વર્ષથી આ શખ્સનો એન્જિન ઓઈલ તેનો મુખ્ય ખોરાક રહ્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર, કર્ણાટકના શિવમોગા જિલ્લાનો રહેવાસી આ માણસ આ વિસ્તારમાં ઓઈલ કુમાર તરીકે ઓળખાય છે. એવો દાવો કરવામાં આવે છે કે તે દરરોજ આશરે 7 થી 8 લિટર એન્જિન ઓઈલ લે છે. તે નિયમિતપણે ચા પણ પીવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં, તેની આસપાસના લોકો ઓઈલ કુમારને પ્રેમથી ખોરાક આપતા જોવા મળે છે, પરંતુ તે તેનો ઇનકાર કરે છે અને બોટલમાંથી એન્જિન ઓઈલ પીવે છે.
પોસ્ટ અનુસાર, દાયકાઓથી એન્જિન ઓઈલ પીધા છતાં, ઓઈલ કુમારને ક્યારેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી કે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. વધુમાં, ઓઇલ કુમાર માને છે કે તેમનું જીવન ભગવાન અયપ્પાના આશીર્વાદને કારણે છે, કારણ કે દૈવી સહાય વિના આવા અસામાન્ય આહાર પર કોઈ પણ વ્યક્તિ ટકી શકે નહીં.