આ શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને માર્ગ અકસ્માતોથી મુક્તિ મેળવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે પછી આ શહેરમાં કારની સ્પીડ મર્યાદા 30 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવ્યું છે એટલે કે આના કરતા વધારે ઝડપે વાહન ચલાવવું શક્ય બનશે નહીં આ નિયમ સોમવારથી લાગુ કરવામાં આવ્યો છે એટલેજ તો ટાઈટલમાં અમારે કહેવું પડ્યું જતા પેલા વિચાર કરી લેજો.
આ નિર્ણય આબોહવા પરિવર્તનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે સાથે જ તે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે પણ કહેવામાં આવ્યું છે આવીજ રીતે ખાસ વાત એ છે કે લગભગ મોટાભાગના લોકોએ આ નવા નિર્ણયનું સમર્થન પણ કર્યું છે જ્યારે નિષ્ણાતો અને વેપારી વર્ગ તેના વિશે અલગ અભિપ્રાય ધરાવે છે એટલેજ તો પેરિસના જુદા જુદા રસ્તાઓ પર પહેલાથી જ અલગ અલગ મર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે મેયર દ્વારા 30 કિ.મી. કલાકદીઠ નિયમ સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવશે ભલે તમને આ નિયમ કૈં અલગ જ લાગતો હોય પણ ખરેખર આવા નિયમોની જરૂર છે.
શહેરમાં હવે રસ્તાઓ પહોળા કરવા માટે સાઈડમાં વૃક્ષો વાવવા અને સાઈકલ લેન બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી લોકોને સાઇકલ ચલાવવા માટે પ્રેરિત કરી શકાય ખરેખર આ નિર્ણય પેરિસના મેયરના જણાવ્યા અનુસાર પહેલેથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે જેથી આગામી ઉનાળો અને તહેવારોની મોસમમાં જ્યારે પેરિસમાં ભીડ વધુ હોય ત્યારે લોકોને તેની આદત પડે એટલે ખરેખર આ બાબત બહુ સમજવા જેવી છે.
તમને ખરેખર આ બાબત જાણવી જરૂરી છે કે પેરિસ એકમાત્ર શહેર નથી જ્યાં આવી સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે સ્પેનના બિલબાઓ બેલ્જિયમના બ્રસેલ્સ સહિત યુરોપના ઘણા શહેરોમાં આવા કડક લાગુ કરવામાં આવી છે કેમકે આ જગાએ હવામાનમાં સતત ફેરફાર થયા જ કરે છે પ્રદૂષણના મુદ્દાને ધ્યાનમાં રાખીને આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે હવે તમે જ જણાવો મિત્રો તમને ખરેખર શું લાગે છે.
આવા નિયમો ભારતમાં પણ હોવા જોઈએ કે નહિ અને હોવા જોઈએ અને જો ખરેખર તે અમલમાં મુકવામાં આવે તો શું થાય લોકો તેનો વિરોધ કરશે કે અપનાવે તે અમને તમે જણાવી શકો છે બીજું એ કે અંત સુધી અમારી આ ન્યૂઝને વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર.