આજે ઘણા બધા યુવકો નોકરીઓ ને મહત્વ આપીને ખેતી અને પશુપાલન ના વ્યવસાય ને છોડી રહ્યા છે ઓછા પગાર માં તેઓ નોકરી ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ આ વચ્ચે મહેસાણાની યુવતીએ પશુપાલન ને નાનો વ્યવસાય સમજીને દુર ભાગતા લોકોને પશુપાલન ના.
વ્યવસાય માં મોટી સફળતા સાથે પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે મહેસાણા જિલ્લાના ગોકળગઢ ગામના વતની નિતાબેન આજે પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલન ના વ્યવસાય માં કાર્યરત છે.
તેમને એવું કામ કરી બતાવ્યું છે કે ભણેલા નોકરીયાત પર મોઢામાં આંગળા નાખી ગયા છે નીતાબેન શરૂઆતમાં થોડી ઘણી ભેંસો અને ગાયો થી તબેલા ની શરૂઆત કરી અને તેઓ ધીમે ધીમે પોતાના વ્યવસાયને વધારતા રહ્યા આજે પોતાની સુજબુજ અને આવડત થી.
તેઓ પશુપાલન ના વ્યવસાય માં ખુબ સફળતા મેળવી રહ્યા છે નિતાબેન પાસે આજે 60 ગાયો અને 11 ભેંસો છે તેઓ દરરોજ 10 હજારનું દુધ ડેરીમાં ભરાવે છે તેઓ દર વર્ષે 35 લાખની કમાણી પશુપાલન ના વ્યવસાય થકી કરે છે તેઓ આ કમાણી માંથી ગાયો.
ભેંસો માટે ખોરાક લાવે છે અને એ ખર્ચ કાઢતા તેમની પાસે દર વર્ષે 17 લાખ રૂપિયા નફો મળે છે નિતા બેન દર મહીને એક લાખ થી વધારેની કમાણી કરે છે તેઓ આજે નોકરીયાત થી પણ વધારે કમાણી કરી રહ્યા છે ગામડામા રહેતી આ મહીલા આજે શહેરના નોકરીયાતને.
વિચારવા મજબૂર કરે છે આવડત કાર્યશૈલી અને સુઝબુઝ થી નિતાબેન પશુપાલન નિ વ્યવસાય થકી ખુબ કમાણી કરી રહ્યા છે શરુઆત માં તેમને અનેક તકલીફો નો સામનો કરવો પડ્યો હતો પરંતુ નીતાબેન સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો અને તેઓ પશુપાલનના વ્યવસાયમાં.
આગળ વધતા ગયા તેમને પશુપાલનમાં ઘણા બધા મેડલ પણ પ્રાપ્ત કર્યા છે તેઓ વિસ્તારમાં સૌથી વધારે દૂધ ભરાવી અને રેકોર્ડ પણ બનાવી ચૂક્યા છે આજે પશુપાલનના વ્યવસાય સાથે તેઓ આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી નવી પેઢીના યુવાનો માટે એક પ્રેરણા બની ચુક્યા છે.