સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સુપરસ્ટાર અભિનેતા એવંમ રાજનેતા પવન કલ્યાણનો તાજેતરમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કારની ઉપર પર બેઠા જોવા મળી રહ્યા છે જોકે આ વીડિયો કોઈ શૂટિંગનો નથી સાઉથ તેલુગુ ફિલ્મ ના સુપરસ્ટાર અને રાજનેતા પવન કલ્યાણ આ દિવસોમાં પોતાના એક વીડિયોને લઈને ચર્ચામાં છવાયા છે.
વિડિયોમાં જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ પોતાની ચાલુ SUV કારની ઉપર બેઠેલા જોવા મળે છે વિડિયો જોઈને તમને પણ લાગશેકે આ કોઈ ફિલ્મના શૂટિંગનો છે પરંતુ એવું નથી આ વિડિયો તે સમયનો છે જ્યારે અભિનેતા પવન કલ્યાણ શનિવારના રોજ આંધ્રપ્રદેશ ગુંટુર જિલ્લાના પોતાના ગામ ઈપ્પટ્ટમ ની મુલાકાતે જઈ રહ્યા હતા.
લાંબા ગાડીઓના કાફલાઓ ની વચ્ચે તેઓ પોતાની કાર પર સવાર હતા સાઈડમાં તેમની સિક્યુરિટી ચાલી રહી હતી આ દરમિયાન ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા ફિલ્મી સ્ટાઈલમાં જ નેતાજી એવંમ અભિનેતા પોતાના ગામ પહોંચ્યા હતા આ વિડીઓ સામે આવતા જ વિપક્ષી દળો એ હંગામો મચાવ્યો હતો અને તેમને પવન કલ્યાણ પર.
ટ્રાફિક નિયમો તોડવાના આક્ષેપો કર્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર પોતાના ગામ ઈપ્પટમ માં હાઈવે બનાવવાના ચક્કરમાં ઘણા મકાનો તોડી નંખાયા હતા એ લોકોના ન્યાય માટે અવાજ ઉઠાવવા અને સરકારની નિતીઓ સામે વિરોધ જતાવવા પવન કલ્યાણ જઈ રહ્યા હતા તેઓ ગરીબો પર કરાતા.
અત્યાચાર સામે હંમેશા અવાજ ઉઠાવશે એવું એમને પોતાના બયાનમાં જણાવ્યું હતું આ દરમિયાન ઘણા ચાહકોએ પવન કલ્યાણના આ અંદાજની પ્રસંસા પણ કરી હતી તો ઘણા વિપક્ષી દળના લોકોએ આલોચના પણ કરી હતી વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.