શાહરૂખ ખાનના દીકરા આર્યનની ધરપકડ કરવી અધિકારી સમીર વાનખેડે માટે મુશ્કેલીઓનું કારણ બનતું જાય છે જ્યારથી આ કેસની શરૂઆત થઈ છે ત્યારથી અધિકારીઓ ઉપર કોઈને કોઈ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કોઈ આ તપાસને ખોટી ગણાવી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે અધિકારીઓએ ફેમસ થવા અને બોલીવુડને હેરાન કરવા આ બધું કર્યું છે.
આ ઉપરાંત નેતા નવાબ મલિક પણ સમીર વાનખેડે પર એક બાદ એક આરોપ લગાવી રહ્યા છે હાલમાં તેમને સમીર વાનખેડેને લઈને એક નવો ખુલાસો કર્યો છે નવાબ મલિક સમીર વાનખેડેને લઈને એક ટ્વીટ કરી રહ્યા છે જેમાં પહેલાં ટ્વીટમાં તેમને જણાવ્યું હતું કે તેઓ સમીર વાનખેડે વિશે કોઈ ખુલાસો કરવાના છે અને તે પણ ટ્વીટર પર જ.
જે બાદ બીજા ટ્વીટમાં તેમને ફ્લેચર પટેલ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરતાં સવાલ કર્યો કે આ કોણ છે તેના વિશે પણ તેઓ જલ્દી જ જણાવશે જ્યારબાદ ત્રીજા ટ્વીટમાં તેમને ફ્લેચર પટેલનો એક ફોટો શેર કર્યો હતો જેમાં નીચે કેપશનમાં લખાયેલું હતું લેડી ડોન સાથે આ ફોટાને શેર કરતા નેતા નવાબ મલિકે લખ્યું હતું કે ફ્લેચર પટેલ અધિકારી સમીર વાનખેડેનો મિત્ર છે.
જે તપાસ દરમિયાન સ્થળ પર હાજર હતો અને તપાસના ત્રણ પંચનામા પર તેની સહી જોવા મળી છે સાથે જ નવાબ મલિકે ત્રણ પંચનામાના ફોટા પણ શેર કર્યા છે જેમાં ફ્લેચર પટેલની સહી જોવા મળી રહી છે આ સિવાય પણ નેતા નવાબ મલિકે અનેક ફોટા શેર કર્યા છે જેમાં સમીર વાનખેડે ફ્લેચર પટેલ સાથે જોવા મળી રહ્યા છે.
આ ફોટા શેર કરતા નવાબ મલિકે પ્રશ્ન કર્યો છે કે શું અધિકારી પોતાના મિત્રને તપાસનો હિસ્સો બનાવી શકે છે ઉલ્લેખનીય છેકે નેતા નવાબ મલિક આ પહેલા પણ મનીષ ભાનુશાલીને લઈને પણ આવા પ્રશ્નો કરી ચૂક્યા છે. હાવી જોવાનું રહેશે કે આ મુદ્દો હજુ કેટલો ગૂંચવાય છે જે પણ થાય અમે જરૂર તમને લેટેસ્ટ માહિતી આપતા રહેશું.