બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિનિયર અભિનેતા નસરુદ્દીન શાહ ની પત્ની રત્ના પાઠકે સાઉથ ફિલ્મ આર આર આર ને પછાત ફિલ્મ જણાવી છે અને કહ્યું કે આ ફિલ્મ જુના જમાના ને દર્શાવી રહી છે જે બિલકુલ યોગ્ય નથી આજકાલ લોકોએ ભવિષ્યનુ વિચારવું જોઈએ લોકો એ વિચારી રહ્યા છે કે એક અભિનેત્રી આવું કેવી રીતે બોલી શકે.
દુનિયાની સૌથી મોટી ફિલ્મ બનીને આર આર આર બહાર આવી છે ઓસ્કાર એવોર્ડ થી લઈને ગોલ્ડન ક્રો સુધી આ ફિલ્મ ધમાલ મચાવી રહી છે દેશ ભરમાં નહીં પરંતુ વિદેશમાં પણ ફિલ્મ આરઆર આર ને ખૂબ સમર્થન અને સપોર્ટ મળી રહ્યો છે આ ફિલ્મને દુનિયાભરના દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
હોલીવુડમાં આ ફિલ્મના કારણે એસ એસ રાજા મોલી જે આ ફિલ્મના ડિરેક્ટર છે તેમને બેસ્ટ ડિરેક્ટર નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે આ ફિલ્મ આ વર્ષમાં સૌથી વધારે રેટિંગ ધરાવતી બની ચૂકી છે પરંતુ રત્ના પાઠકે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ત્રીપલ આર જેવી ફિલ્મો આજે લોકપ્રિય બની રહી છે પરંતુ તે પછાતપણું દર્શાવી રહી છે.
જ્યાં સુધી ત્રીપલ આર જેવી ફિલ્મો બનતી રહેશે ત્યાં સુધી આપણે ભવિષ્યનું વિચારી નહિ શકીએ જ્યાં સુધી ફિલ્મ નિર્માતાઓ પોતાના આ મામલાને ગંભીરતાથી નહીં લે ત્યાં સુધી આપણે ત્રીપલ આર જેવી ફિલ્મો જોવી પડશે પરંતુ આપણને આલોચના પસંદ નથી આ માહોલ મોટા લોકોએ બનાવ્યો છે અને એનાથી આપણા અંહકાર ને હાની પહોંચે છે અને આપણે સ્વિકાર કરીએ છીએ.
ભારતીય સંસ્કૃતિ સભ્યતા અને ભુતકાળ પર આપેલા આ નિવેદન થી લોકો ખુશ નથી અગાઉ પણ કડવાચૌથને લ ઈને પણ રત્નાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેને જણાવ્યું હતું કે હું મોર્ડન છું અને હું પાગલ નથી કે આ પ્રકારના વ્રત રાખુ જેના કારણે લોકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી રત્ન પાઠક સાથે તેના પતિ નસરુદ્દીન શાહ પણ પોતાના નિવેદનો થી ચર્ચાઓ માં રહે છે.