Cli
naga samantha na aavya news

સમન્થા અને નાગા ચૈતન્ય વચ્ચે મતભેદ અને છૂટાછેડાની સાચી હકીકત બહાર આવી…

Bollywood/Entertainment

તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર અને જાણીતા અભિનેતા નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય અને તેલુગુ ફિલ્મની જાણીતી અભિનેત્રી સમનથા પ્રભુ ને તો તમે જાણો જ છો આ કપલએ એકસાથે અનેક તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે આ ફિલ્મોમાં થરાયમ માનમ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે જે બાદ આ જોડીએ એકબીજા સાથે લગ્ન પણ કરી લીધાં હતાં.

ચૈતન્ય અને સમન્થાએ જાન્યુઆરી ૨૦૧૭ના વર્ષમાં સગાઈ કરી હતી અને ૬ ઑક્ટોબરે ગોવામાં પહેલાં હિન્દુ વિધિથી અને ૭ઓક્ટોબરે ક્રિશ્ચન વિધિ મુજબ લગ્ન કર્યા હતા આ કપલ લોકોમાં એટલું પ્રિય બન્યું હતું કે લોકો તેમને ચૈસેમ તરીકે ઓળખવા લાગ્યા હતા જો કે થોડા સમય પહેલાં અભિનેત્રી સમન્થાએ પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામમાં નામ બદલી લેતા લોકોમાં આ કપલ વચ્ચે વિવાદ ચાલતો હોવાની અફવાઓ આવી રહી હતી.

જે અફવાઓનો હવે અંત આવ્યો છે આ જોડીએ સોશીયલ મીડિયામાં પોતાના ડિવોર્સ અંગે લોકોને જાણ કરી છે બંનેએ એક પોસ્ટ કરી છે જેમાં તેમને જણાવ્યું છે કે ઘણું વિચાર્યા બાદ અમે છુટા પડી રહ્યા છીએ અમારા બંનેની મિત્રતા હંમેશા યાદગાર રહેશે અમારા ચાહકો અમને આ મુશ્કેલ સમયમાં સાથ આપશે તેવી આશા છે.

સમન્થા અને ચૈતન્યના તલાકના કારણોની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ચૈતન્યના પરિવારને સમન્થાનું ફિલ્મોમાં બોલ્ડ રોલ કરવું પસંદ નહોતું અને તેના પરિવારે ઘણીવાર સમન્થાને આ અંગે જાણ પણ કરી હતી છતાં પણ સમન્થાએ પોતાના કરિયરને આગળ વધારવા માટે આ બધી વાતોને અવગણી હતી.

તલાક પાછળનું એક બીજુ કારણ એ પણ માનવામાં આવે છે કે ચૈતન્યનો ઈચ્છા હતી કે તે બંને પોતાના પરિવારને આગળ વધારે પરતું સમન્થા અત્યારે અભિનય ક્ષેત્રમાં જે રીતે આગળ વધી રહી છે તે મુજબ તે હાલમાં મા બનવા તૈયાર નહોતી જેને લઈને આ કપલ વચ્ચે વિવાદ વધતો ગયો અને અંતે આ જોડી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે.

ઉલ્લેખનીય છે કે આ તલાક બાદ સમન્થાએ ભરણપોષણ માટે ૫૦કરોડ લીધા છે જેમાં અમુક સ્થાયી સંપતિનો પણ સમાવેશ થાય છે ત્યારે સમન્થાને હજુ પણ એક વાતનું દુખ છે કે જ્યાં સુધી તે બંનેની શાદી થયી ન હતી ત્યારે તો નાગા અને તેના પરિવારે આવી કોઈ વાતની જાણકારી આપી ન હતી કે તેને જેમ બને તેમ જલ્દી પરિવાર આગળ વધારવો પડશે અને ફિલ્મોમાં તેમની શરતો પ્રમાણે કામ કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *